ખેલે સાણંદ એથ્લેટિક્સ મીટ 2025 સંપન્ન- ત્રણ હજારથી વધુ પ્લેયર્સ જોડાયા

08 December, 2025 11:21 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

Khele Sanand Athletics Meet 2025: આ મીટનો ઉદ્દેશ માત્ર મેડલ સુધી મર્યાદિત નહોતો, પરંતુ ખેલદિલી, વ્યક્તિત્વવિકાસ અને યુવાનોને પોતાની ક્ષમતામાં વિશ્વાસ વધે એ જ હતો. આ પહેલ સાણંદ તાલુકાને સ્પોર્ટ્સ તાલુકા તરીકે વિકસાવશે જ.

ખેલે સાણંદ એથ્લેટિક્સ મીટ

અમદાવાદના AUDA સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, મણિપુર ગામ ખાતે ૧લી ડિસેમ્બરથી પાંચમી ડિસેમ્બર દરમિયાન પ્રથમ ખેલે સાણંદ એથ્લેટિક્સ મીટ (Khele Sanand Athletics Meet 2025) પૂર્ણ થઈ. સાણંદ તાલુકાના ત્રણ હજારથી વધુ યુવા ખેલાડીઓ જોડાયા હતા. 

વિવિધ કેટેગરીમાં કેટલા ખેલાડીઓએ નોંધણી કરાવી હતી?

આ મીટ (Khele Sanand Athletics Meet 2025) માટે કુલ 3000થી વધુ ખેલાડીઓએ વિવિધ કેટેગરીમાં નોંધણી કરી હતી. કેટેગરી U-9 માટે ૬૦૦ ખેલાડીઓ, કેટેગરી U-11 માટે ૧૦૦૦ ખેલાડીઓ અને કેટેગરી U-14 માટે ૧૬૦૦ ખેલાડીઓએ નોંધણી કરાવી હતી. એક સપ્તાહ સુધી ચાલેલી આ મીટમાં ૧૫૦૦થી વધુ યુવતીઓ અને એટલા જ યુવાનોની હાજરી જોવા મળી. પ્રથમ દિવસે (U-9) બાળકોએ ૬૦ મીટર દોડ, શટલ-રન, સ્ટેન્ડિંગ બ્રોડ-જમ્પ અને વર્ટિકલ-જમ્પ જેવી સ્પર્ધાઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ત્યારબાદ U-11 અને U-14 કેટેગરીની ટ્રેક અને ફિલ્ડ સ્પર્ધાઓમાં ખેલાડીઓએ પોતાની પ્રતિભાનો પરિચય કરાવ્યો હતો. પાંચમા દિવસે અંતિમ ઇવેન્ટ્સ અને ગ્રાન્ડ મેડલ સમારોહ સાથે મીટ પૂર્ણ થઈ.

સલામ છે ટેલેન્ટ-સ્કાઉટ્સની ટીમને!

ખાસ વાત તો એ છે કે ટેલેન્ટ-સ્કાઉટ્સની ટીમે (Khele Sanand Athletics Meet 2025) પાંચ દિવસ દરમિયાન ખેલાડીઓના પ્રદર્શન પર સતત નજર રાખી હતી. ખાસ કરીને બ્રોડ-જમ્પ અને વર્ટિકલ-જમ્પમાં અનેક યુવા ખેલાડીઓએ જબરદસ્ત પ્રદર્શનથી સૌને અચંબિત કરી દીધા, જે સાણંદના ગ્રાસરૂટ્સ એથ્લેટિક્સની ક્ષમતાને ઉજાગર કરે છે.

શું કહી રહ્યા છે આયોજકો?

આયોજકો જણાવે છે કે આ મીટ (Khele Sanand Athletics Meet 2025)નો ઉદ્દેશ માત્ર મેડલ સુધી મર્યાદિત નહોતો, પરંતુ ખેલદિલી, વ્યક્તિત્વવિકાસ અને યુવાનોને પોતાની ક્ષમતામાં વિશ્વાસ વધે એ જ હતો. આ પહેલ સાણંદ તાલુકાને સ્પોર્ટ્સ તાલુકા તરીકે વિકસાવવાના માર્ગ પર એક મહત્વપૂર્ણ પગલું છે.

સાણંદ એથ્લેટિક્સ મીટે ભવિષ્ય માટે મજબૂત કેડી કંડારી છે

એટલું ચોક્કસ કહી શકાય કે આટલી મોટી સંખ્યામાં ખેલાડીઓની ઉપસ્થિતિ અને ઉત્સાહભરી સ્પર્ધાઓ સાથે ખેલે સાણંદ એથ્લેટિક્સ મીટે ભવિષ્ય માટે મજબૂત કેડી કંડારી દીધી છે. સાણંદ જાણે હવે એથ્લેટિક્સ અને યુવા-રમતોનું કેન્દ્ર બની રહ્યું છે. પ્રથમ ખેલે સાણંદ એથ્લેટિક્સ મીટ પૂર્ણ થઇ છે ત્યારે તેણે એક સંદેશ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે સાણંદના ખેલ, ઐક્ય અને કશુંક નવું કરવા માટે તૈયાર છે.

સમાપન-સમારોહ પણ એટલો જ ભવ્ય

સમાપન સમારોહ (Khele Sanand Athletics Meet 2025)ની વાત કરીએ તો વિજયી ભારત ફાઉન્ડેશનના ડિરેક્ટર દુર્ગેશ અગરવાલ, દિલીપ ઠાકર (ટ્રસ્ટી, સંસ્કારધામ), તાલુકા વિકાસ અધિકારી નિરજ બારોટ તથા VBFના યુવા તારલાઓ શાહીન દરજદા, રોહિત મજગુલ, શ્રેયા ગુપ્તા, મિત્વા ચૌધરી અને મસ્કાન કિરારની ઉપસ્થિતિમાં સમાપન સમારોહ ભવ્ય રીતે સંપન્ન થયો. પ્રથમ ખેલે સાણંદ એથ્લેટિક્સ મીટે તો ખેલ, શિસ્ત અને સામાજિક એકતાના ત્રિવેણી સંગમને સાથે લઈને લવો જ ચીલો ચાતર્યો છે.

ahmedabad gujarat athletics sports news sports