ભારતીય હૉકીને મેં જે આપ્યું છે એના કરતાં વધારે દેશે મને પરત આપ્યું છે

28 January, 2025 08:32 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મેજર ધ્યાનચંદ પછી પદ્‍‍મભૂષણનો ખિતાબ મેળવનાર બીજો હૉકી પ્લેયર બન્યો પી. આર. શ્રીજેશ

પી. આર. શ્રીજેશ

ઑલિમ્પિક્સમાં બે વાર મેડલ જીતેલો ભારતીય હૉકી ટીમના ભૂતપૂર્વ ગોલકીપર અને હાલના ભારતીય જુનિયર ટીમના કોચ પી.આર. શ્રીજેશને પદ્‍‍મભૂષણ પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે. તે મેજર ધ્યાનચંદ (વર્ષ ૧૯૫૬) પછી પદ્‍‍મભૂષણ પુરસ્કાર મેળવનાર બીજો હૉકી ખેલાડી છે. આ જાહેરાત બાદ શ્રીજેશે મહત્ત્વનું નિવેદન આપ્યું હતું.

શ્રીજેશ કહે છે, ‘મને એવું લાગે છે કે છેલ્લાં ૨૦ વર્ષમાં મેં ભારતીય હૉકી માટે જે કંઈ કર્યું છે એના માટે દેશ મને સન્માનિત કરી રહ્યો છે. હું દેશનો આભાર માનવા માગું છું. મેં જે આપ્યું એના કરતાં વધુ દેશે મને પાછું આપ્યું છે. મને ખબર નહોતી કે ધ્યાનચંદજી પછી આ અવૉર્ડ મેળવનાર હું બીજો હૉકી પ્લેયર છું. આ એક સ્વપ્ન જેવું લાગે છે. દેશના ઘણા મહાન પ્લેયર્સ વચ્ચે ધ્યાનચંદજી પછી આ પુરસ્કાર મેળવવો મારા માટે મોટી વાત છે. હું મારી જાતને ખૂબ જ ભાગ્યશાળી માનું છું. આ વર્ષે હરમનપ્રીત સિંહને ખેલ રત્ન મળ્યો અને મને પદ્‍‍મ પુરસ્કાર મળ્યો, આ હૉકી માટે ખૂબ જ સન્માનની વાત છે.’

શ્રીજેશે ભારતમાં હૉકીની લોકપ્રિયતા વધારનાર મેજર ધ્યાનચંદને ભારત રત્ન આપવાની માગણી કરી હતી.

Olympics hockey Indian Mens Hockey Team padma bhushan bharat ratna sports news sports