08 June, 2026 02:52 PM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
ભારતના યંગ યોગવીરોએ આવાં મંત્રમુગ્ધ કરી દેતાં યોગાસન કરી દેખાડ્યાં હતાં અને ભૂતપૂર્વ મિસ ગુજરાત સુપર મૉડલ વિજેતા હિના રાજગોર ગોલ્ડ મેડલ જીતી હતી.
અમદાવાદમાં આયોજિત પ્રથમ વર્લ્ડ યોગાસન ચૅમ્પિયનશિપમાં ભારતે મેડલ-ટેલીમાં પોતાનું પ્રથમ સ્થાન વધુ મજબૂત કર્યું છે. ભારત ૪૦ ગોલ્ડ, ૮ સિલ્વર અને બે બ્રૉન્ઝ મેડલ સહિત કૂલ ૫૦ મેડલ જીત્યું છે. જપાન ૧૦ મેડલ સાથે બીજા અને સિંગાપોર ૬ મેડલ સાથે ત્રીજા ક્રમે છે. ભૂતપૂર્વ મિસ ગુજરાત સુપર મૉડલ વિજેતા હિના રાજગોર ગઈ કાલે સિનિયર-B ફીમેલ કૅટેગરીમાં ગોલ્ડ મેડલ જીતી હતી. સફળ મૉડલિંગ કરીઅર ધરાવતી ભુજની આ રહેવાસી યોગમાં PhD કરી રહી છે.