વર્લ્ડ કપમાં દાદાગીરી કરનાર આર્જેન્ટિનાની ફુટબૉલ ટીમના ચાર સભ્યોને કુલ ૨૧ મૅચના બૅનનો અને ૨.૩ કરોડનો દંડ થયો

23 August, 2026 03:52 PM IST  |  Buenos Aires | Gujarati Mid-day Correspondent

ફૉલ્કલૅન્ડ આઇલૅન્ડ્સ માટે બૅનર દેખાડવા બદલ ૯૬ લાખ રૂપિયાનો દંડ થયો

વર્લ્ડ કપમાં આર્જેન્ટિનાના ૪ ખેલાડીઓ પર ૨૧ મૅચનો બૅન, ₹૨.૩ કરોડનો દંડ

ઇન્ટરનૅશનલ ફુટબૉલની સંચાલક સંસ્થા FIFA દ્વારા વર્લ્ડ કપમાં લડાઈઝઘડા સહિતના વિવાદો વચ્ચે આર્જેન્ટિનાને મોટો દંડ ફટકારવામાં આવ્યો છે. ટીમના ત્રણ ખેલાડીઓ સહિત ચાર સભ્યોને મેદાન પર દાદાગીરી બદલ ૨૧ મૅચના બૅન સહિત ૨.૩ કરોડનો દંડ ફટકારાવામાં આવ્યો છે. 
લીએન્ડ્રો પૅરેડેસને ૧૦ મૅચના પ્રતિબંધ સહિત ૮૬ લાખ રૂપિયા, નાહુએલ મોલિનાને સાત મૅચના પ્રતિબંધ સહિત ૮૬ લાખ રૂપિયા, થિયાગો અલ્માડાને એક મૅચના પ્રતિબંધ સહિત ૨૯ લાખ રૂપિયાનો દંડ થયો છે. ટીમના સહાયક કોચ રૉબર્ટો અયાલા પર ત્રણ મૅચનો પ્રતિબંધ અને ૨૯ લાખ રૂપિયાનો દંડ લગાવવામાં આવ્યો છે. 
ઇંગ્લૅન્ડ સામેની મૅચ જીત્યા બાદ ફૉલ્કલૅન્ડ આઇલૅન્ડ્સ માટે બૅનર દર્શવાવવા બદલ આર્જેન્ટિનાની ટીમને ૯૬ લાખ રૂપિયાનો દંડ થયો છે. સજાના ભાગરૂપે આ ટીમે હવે પછીની ઘઆંગણાની ઇન્ટરનૅશનલ મૅચમાં અડધું સ્ટેડિયમ ખાલી રાખવું પડશે. 

fifa world cup football argentina sports news sports