ઇટલીની નામોશીભરી હૅટ-ટ્રિક, ૪ વખતનું ચૅમ્પિયન સતત ત્રીજી વખત ફિફા વર્લ્ડ કપમાં ક્વૉલિફાય ન થયું

02 April, 2026 04:08 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ક્વૉલિફાઇંગ રાઉન્ડ મંગળવારે ૪૮મી અને છેલ્લી ટીમ તરીકે ઇરાકના ક્વૉલિફિકેશન સાથે પૂરો થયો હતો.

ફિફા ફુટબૉલ વર્લ્ડ કપ

૧૯૩૨, ૧૯૩૮, ૧૯૮૨ અને ૨૦૦૬ એમ ૪-૪ ફિફા ફુટબૉલ વર્લ્ડ કપ જીતનાર ઇટલીના નામે એક નામોશીભરી હૅટ-ટ્રિક નોંધાઈ ગઈ છે. ૧૧ જૂનથી ૧૯ જુલાઈ દરમ્યાન અમેરિકા, કૅનેડા અને મૅ​ક્સિકોના સયુંક્ત યજમાનપદે યોજાનારા આગામી વર્લ્ડ કપ માટેના ક્વૉલિફાઇંગ રાઉન્ડની છેલ્લી અને મસ્ટ વિન મૅચમાં ઇટલી બોસ્નિયા અને હર્ઝેગોવિના સામેની મૅચ ૧-૧થી બરાબરી પર રહ્યા બાદ શૂટઆઉટમાં ૧-૪થી હારી ગયું હતું. આ સાથે ૨૦૧૮ અને ૨૦૨૨ બાદ સતત ત્રીજી વાર ભૂતપૂર્વ ચૅમ્પિયન ટીમ આગામી વર્લ્ડ કપમાં નહીં જોવા મળે. આ સાથે કોઈ ભૂતપૂર્વ ચૅમ્પિયન ટીમ સતત ૩ વર્લ્ડ કપમાં ક્વૉલિફાય ન કરી શકી હોય એવું પ્રથમ વાર બન્યું છે. ક્વૉલિફાઇંગ રાઉન્ડ મંગળવારે ૪૮મી અને છેલ્લી ટીમ તરીકે ઇરાકના ક્વૉલિફિકેશન સાથે પૂરો થયો હતો. 

football fifa world cup italy sports news sports