ઓડિશાની ૪ વર્ષની એલેના મિશ્રા સૌથી યંગેસ્ટ FIDE-રેટેડ મહિલા ચેસ ખેલાડી બની

04 September, 2026 10:56 AM IST  |  Bhubaneswar | Gujarati Mid-day Correspondent

ઓડિશાની ૪ વર્ષ ૬ મહિનાની એલેના મિશ્રા ૧૪૩૨ના બ્લિટ્ઝ રેટિંગ સાથે સત્તાવાર FIDE રેટિંગ મેળવનારી ભારતની સૌથી નાની મહિલા ચેસ ખેલાડી બની છે.

એલેના મિશ્રા

ઓડિશાની એલેના મિશ્રાએ માત્ર ૪ વર્ષ ૬ મહિના ૧૬ દિવસની ઉંમરે ભારતીય ચેસના ઇતિહાસમાં એક નોંધપાત્ર પ્રકરણ ઉમેર્યું છે. એલેનાએ સપ્ટેમ્બર ૨૦૨૬ના રેટિંગ-લિસ્ટમાં ૧૪૩૨ના બ્લિટ્ઝ રેટિંગ સાથે પ્રવેશ કર્યો છે, જેનાથી તે સત્તાવાર FIDE એટલે કે ઇન્ટરનૅશનલ ચેસ ફેડરેશનનું રેટિંગ મેળવનારી સૌથી નાની મહિલા ચેસ ખેલાડી બની. 
એલેના મિશ્રાએ ભુવનેશ્વરની મધર્સ પબ્લિક સ્કૂલ ખાતે આયોજિત ઓડિશા સ્ટેટ બ્લિટ્ઝ FIDE રેટિંગ ઓપન ચેસ ચૅમ્પિયનશિપ 2026માં આ સિદ્ધિ હાંસલ કરી હતી. તેનો જન્મ ૨૦૨૨માં થયો હતો. તેણે હજુ સુધી સ્ટાન્ડર્ડ અથવા રૅપિડ ચેસ ફૉર્મેટમાં રેટિંગ મેળવ્યું નથી.

chess world chess championship odisha sports news sports