27 August, 2026 11:54 AM IST | New York | Gujarati Mid-day Correspondent
ક્વૉર્ટર ફાઇનલમાં જીત બાદ કિસ સાથે સેલિબ્રેશન કરી રહેલાં મોનફિલ્સ અને એલિના.
ન્યુ યૉર્કમાં ચાલી રહેલી US ઓપનના મિક્સ્ડ ડબલ્સમાં કદાચ પહેલી વાર કોઈ પતિ-પત્નીની જોડી ચૅમ્પિયન બને એવું લાગી રહ્યું છે. ૨૦૨૧માં પરણેલાં ફ્રાન્સનો ગૅલ મોનફિલ્સ અને યુક્રેનની એલિના સ્વિતોલિના ગઈ કાલે ક્વૉર્ટર ફાઇનલમાં સીધા સેટમાં જીત મેળવીને સેમી-ફાઇનલમાં પહોંચી ગયાં હતાં. જો આ જોડી ટુર્નામેન્ટ જીતવામાં સફળ રહી તો એવું કરનાર પતી-પત્નીની બીજી જોડી બની જશે. આ પહેલાં ૧૯૦૫માં ઑગસ્ટા હૉબાર્ટ અને ક્લૅરેન્સ હૉબાર્ટે ચૅમ્પિયન બનીને ઇતિહાસ રચ્યો હતો. ૨૦૧૮માં પૅરિસમાં પ્રેમમાં પડ્યા બાદ બન્નેએ ૨૦૨૧માં લગ્ન કર્યાં હતાં. ૨૦૨૨માં એક પુત્રીનાં પેરન્ટ્સ બન્યાં હતાં. ચાહકોએ તેમના નામના પ્રથમ અક્ષરો પરથી G.E.M.S. ઉપનામ આપ્યું છે.