01 August, 2026 12:23 PM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
ગ્લાસગોમાં અમદાવાદી સ્ટાઇલમાં ઊડ્યા ભારત-સ્કૉટલૅન્ડના પતંગ
કૉમનવેલ્થ ગેમ્સ 2030 માટે ભારતને યજમાની સોંપવામાં આવે એ પહેલાં ગ્લાસગોમાં ગુજરાતના ઇન્ટરનૅશનલ કાઇટ ફેસ્ટિવલથી પ્રેરિત થઈને પતંગ ઉડાવવાનો કાર્યક્રમ યોજાયો હતો. ગ્લાસગો ઇન્ડિયન્સ અસોસિએશનનાં ૩૦ બાળકોએ અમદાવાદી સ્ટાઇલમાં સ્કૉટલૅન્ડ અને ભારતના રાષ્ટ્રધ્વજના રંગોવાળા પતંગો ઉડાવ્યા હતા.