ગોરેગાંવ સ્પોર્ટ્સ ક્લબ જીતી એલીટ ટીમ ચૅમ્પિયનશિપ

15 April, 2025 09:31 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૩૧મી જી. ડી. બિરલા સ્મૃતિ માસ્ટર્સ ઇન્ટર-ક્લબ બૅડ્મિન્ટન ટુર્નામેન્ટની ફાઇનલમાં યજમાન બૉમ્બે જિમખાના A ટીમને ૨-૧થી માત આપી ઃ પ્લેટ કપમાં MCFની ટીમ બની ચૅમ્પિયન.

મંડપેશ્વર સિવિક ફેડરેશન (MCF) A ટીમ

૩૧મી જી. ડી. બિરલા સ્મૃતિ માસ્ટર્સ ઇન્ટર-ક્લબ બૅડ્મિન્ટન ટુર્નામેન્ટમાં ગોરેગાંવ સ્પોર્ટ્સ ક્લબે ફાઇનલમાં યજમાન ક્લબ બૉમ્બે જિમખાના A ટીમને ૨-૧થી હરાવીને એલીટ કપ ટીમ ચૅમ્પિયનશિપની ટ્રોફી જીતી લીધી હતી. ફાઇનલના પ્રથમ મુકાબલામાં સંજીવ મહાજન અને ભગવાન એસ.ની જોડીએ ગૌતમ ગૌડ અને ફૈસલ સિદ્દીકીને ૨૧-૧૮, ૧૪-૨૧ અને ૨૧-૧૯થી હરાવીને ગોરેગામ સ્પોર્ટ્સ ક્લબને વિજયી શરૂઆત કરાવી આપી હતી. જોકે બીજા મુકાબલમાં શૈલેષ ડાગા અને અયાઝ બિલાવાલાએ લેરૉય ડી’સા અને હેમંત દુગ્ગલની જોડીને ૨૧-૧૪, ૨૧-૧૮થી હરાવીને બૉમ્બે જિમખાના A ટીમને બરાબરી કરાવી દીધી હતી. આખરે નિર્ણાયક મુકાબલામાં રાજેશ ભાનુશાલી અને અષિભેક શર્માએ અપર્ણા પોપટ અને બિમલદીપ સિંહને ૨૧-૧૩, ૨૧-૧૯થી હરાવીને ગોરેગાંવ સ્પોર્ટ્સ ક્લબને ચૅમ્પિયન બનાવી હતી.

પ્લેટ કપની ફાઇનલમાં મંડપેશ્વર સિવિક ફેડરેશન (MCF) A ટીમે વિલિંગ્ટન કૅથલિક જિમખાના (WCG) A ટીમને ૨-૦થી હરાવીને ટીમ ચૅમ્પિયનશિપ જીતી લીધી હતી.

badminton news bombay gymkhana goregaon mumbai news sports news