કાંગારૂઓ સામેની વન-ડે સિરીઝ માટે ઇન્ડિયા A ટીમમાં હાર્દિક પંડ્યાની એન્ટ્રી

10 September, 2026 11:57 AM IST  |  Pondicherry | Gujarati Mid-day Correspondent

IPL 2026 પછી સ્પર્ધાત્મક ક્રિકેટ ન રમનાર હાર્દિક પંડ્યાનો ઑસ્ટ્રેલિયા A સામેની ત્રણ મૅચની વન-ડે સિરીઝ માટે ઇન્ડિયા A ટીમમાં સમાવેશ થયો છે. ફિટનેસ ક્લિયરન્સ બાદ જ તે રમી શકશે.

હાર્દિક પંડ્યાએ હાલમાં શૅર કરેલો ફોટો.

IPL 2026 પછી કોઈ સ્પર્ધાત્મક ક્રિકેટ ન રમનાર હાર્દિક પંડ્યાનો ઑસ્ટ્રેલિયા A સામેની ત્રણ મૅચની વન-ડે સિરીઝ માટે ઇન્ડિયા A ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જો તેને સેન્ટર ઑફ એક્સલન્સ તરફથી ફિટનેસ ક્લિયરન્સ મળશે તો જ તે રમી શકશે. પૉન્ડિચૅરીમાં બાવીસ સપ્ટેમ્બરથી બે ઑક્ટોબર વચ્ચે બે મલ્ટિ-ડે મૅચ રમાશે. આ સિરીઝ માટે દેવદત્ત પડિક્કલને કૅપ્ટન અને સાઈ સુદર્શનને વાઇસ-કૅપ્ટન બનાવીને ૧૫ સભ્યોની સ્ક્વૉડ જાહેર કરવામાં આવી છે. ૬થી ૧૧ ઑક્ટોબર વચ્ચે ત્રણ વન-ડે મૅચની સિરીઝ રમાશે, જેમાં ઋતુરાજ ગાયકવાડને કૅપ્ટન અને દેવદત્ત પડિક્કલને વાઇસ-કૅપ્ટનની જવાબદારી સોંપવામાં આવી છે. ઇન્જરીઓની ગૂંચવણને કારણે હાર્દિક પંડ્યા IPL 2026 પછી ક્રિકેટના મેદાન પર ઑફિશ્યલ વાપસી કરી શક્યો નથી.

hardik pandya one day international odi cricket news sports news sports