હરમનપ્રીત અને શ્રીજેશ એકસાથે ત્રીજી વાર FIHનો અવૉર્ડ જીત્યા

10 November, 2024 08:47 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇન્ટરનૅશનલ હૉકી ફેડરેશન (FIH) દ્વારા ઓમાનમાં ૪૯મા અવૉર્ડ સમારોહમાં ભારતીય મેન્સ હૉકી ટીમનો કૅપ્ટન હરમનપ્રીત સિંહ અને દિગ્ગજ ગોલકીપર પી. આર. શ્રીજેશ સર્વોચ્ચ અવૉર્ડથી સન્માનિત થયા છે.

FIH અવૉર્ડ સાથે હરમનપ્રીત સિંહ અને પી. આર. શ્રીજેશ.

ઇન્ટરનૅશનલ હૉકી ફેડરેશન (FIH) દ્વારા ઓમાનમાં ૪૯મા અવૉર્ડ સમારોહમાં ભારતીય મેન્સ હૉકી ટીમનો કૅપ્ટન હરમનપ્રીત સિંહ અને દિગ્ગજ ગોલકીપર પી. આર. શ્રીજેશ સર્વોચ્ચ અવૉર્ડથી સન્માનિત થયા છે. ૨૦૨૩-’૨૪ માટે હરમનપ્રીત પ્લેયર ઑફ ધ યર અને શ્રીજેશ ગોલકીપર ઑફ ધ યરનો અવૉર્ડ જીત્યો છે. આ બન્ને પ્લેયર ૨૦૨૦-’૨૧ અને ૨૦૨૧-’૨૨માં પણ આ અવૉર્ડ એકસાથે જીત્યા હતા. તેઓ એકસાથે ત્રીજી વાર FIH અવૉર્ડ જીત્યા છે. હરમનપ્રીત સિંહનો કૅપ્ટન તરીકે આ પહેલો અવૉર્ડ હતો. 

Indian Mens Hockey Team sports news sports india hockey