12 May, 2025 10:00 AM IST | London | Gujarati Mid-day Correspondent
ઇંગ્લૅન્ડનો હૅરી કૅન
IPLની છેલ્લી ૧૮ સીઝનથી જેમ સ્ટાર બૅટર વિરાટ કોહલી પોતાના પહેલા ટાઇટલને હાથમાં ઉપાડવાની રાહ જોઈ રહ્યો છે, એવો જ હાલ હમણાં સુધી ઇંગ્લૅન્ડના ફુટબૉલર હૅરી કૅનનો હતો, પણ ગઈ કાલે તેણે જર્મનીની પ્રતિષ્ઠિત બુન્ડેસલીગામાં તેની ક્લબ બાયર્ન મ્યૂનિખ દ્વારા બોરુસિયા ક્લબ સામે ૨-૦થી ફાઇનલ મૅચ જીતતાં જ તેનું સ્વપ્નું પૂરું થયું હતું. બાયર્ન મ્યૂનિખ ક્લબનું આ ટુર્નામેન્ટમાં રેકૉર્ડ ૩૪મું ટાઇટલ હતું, પણ હૅરી કૅનની કરીઅરનું આ પહેલવહેલું ટાઇટલ હતું. ફાઇનલમાં એક ગોલ ફટકારી આ સીઝનમાં તેણે પચીસ ગોલ પૂરા કર્યા હતા. તેણે હમણાં સુધી બે ઇન્ટરનૅશનલ ટુર્નામેન્ટ અને ચાર ક્લબ લેવલની ટુર્નામેન્ટમાં ફાઇનલમાં હારનો સામનો કર્યો હતો.