✕

આસામ કૅબિનેટે બૉક્સર લવલીનાની બૉક્સિંગ ઍકૅડેમીને જમીન પરનું સેટલમેન્ટ પ્રીમિયમ માફ કર્યું

10 October, 2026 05:22 PM IST  |  Guwahati | Gujarati Mid-day Correspondent

૨૯ વર્ષની લવલીનાએ હાલમાં કૉમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ અને એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. 

લવલીનાએ હાલમાં કૉમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ અને એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો

આસામ રાજ્યમાં રમતગમતને વધુ લોકપ્રિય બનાવવાના પ્રયાસરૂપે મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાના અધ્યક્ષસ્થાને મળેલી આસામ કૅબિનેટે શુક્રવારે લવલીના બૉક્સિંગ ઍકૅડેમીને ફાળવવામાં આવેલી જમીન માટેના સેટલમેન્ટ પ્રીમિયમને માફ કરવાની મંજૂરી આપી હતી. ૩ વીઘાથી વધુની આ જમીન માટે માત્ર ૧ રૂપિયાના નજીવા દરે જમીનનું સેટલમેન્ટ મંજૂર કરવામાં આવ્યું છે.
આ નિર્ણય વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સતત પચીસ વર્ષની જનસેવા પૂર્ણ થવા બદલ રાજ્ય સરકાર દ્વારા વ્યક્ત કરવામાં આવેલી કૃતજ્ઞતા અને પ્રશંસાના ભાગરૂપે લેવામાં આવેલા ૭૬ મુદ્દાના ઠરાવના ભાગરૂપે લેવામાં આવ્યો હતો.
૨૯ વર્ષની લવલીનાએ હાલમાં કૉમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ અને એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. 

assam himanta biswa sarma boxing asian games sports news sports