28 April, 2025 09:00 AM IST | Madrid | Gujarati Mid-day Correspondent
બાર્સેલોના ફુટબૉલ ક્લબ
શનિવારે મોડી રાત્રે સ્પૅનિશ ફુટબૉલની સૌથી જૂની ટુર્નામેન્ટ કોપા ડેલ રે ફાઇનલમાં બાર્સેલોના અને રિયલ માડ્રિડ વચ્ચે રોમાંચક ફાઇનલ મૅચ રમાઈ હતી જેમાં બાર્સેલોના ફુટબૉલ ક્લબે ૩-૨થી જીત મેળવીને રેકૉર્ડ બત્રીસમી વખત આ ટાઇટલ જીત્યું હતું. બાર્સેલોના ૪૩મી વખત અને રિયલ માડ્રિડે ૪૧મી વાર આ ટુર્નામેન્ટની ફાઇનલ મૅચ રમી રહી હતી. સ્પૅનિશ કપ નામે ઓળખાતી આ ટુર્નામેન્ટમાં આઠમી વાર બન્ને ટીમ ફાઇનલમાં ટકરાઈ હતી. ફાઇનલ મૅચ પહેલાં મોટા સ્પાઇડર ડ્રોન પર સવાર થઈને ટ્રોફીને મેદાનમાં લાવવામાં આવી હતી. આ રોમાંચક ક્ષણને સ્ટેડિયમમાં હાજર હજારો ફુટબૉલ-ફૅન્સે પોતાના કૅમેરામાં કેદ કરી હતી.