હૉન્ગકૉન્ગ ઓપનમાં સિંધુ પહેલા રાઉન્ડમાં જ આઉટ

11 September, 2025 09:13 AM IST  |  Hong Kong | Gujarati Mid-day Correspondent

સિંધુ ગઈ કાલે પ્રથમ રાઉન્ડમાં બિનક્રમાંકિત ડેન્કમાર્કની લાઇન ક્રિસ્ટોફર્સન સામે પહેલો સેટ જીત્યા બાદ ફસડાઈ પડી હતી

પી. વી. સિંધુ

હૉન્ગકૉન્ગમાં ચાલી રહેલી હૉન્ગકૉન્ગ ઓપન સુપર ૫૦૦ ટુર્નામેન્ટમાં ભારતની સ્ટાર બૅડ્મિન્ટન મહિલા ખેલાડી પી. વી. સિંધુ પહેલા જ રાઉન્ડમાં હારીને બહાર થઈ ગઈ હતી, જ્યારે અન્ય ખેલાડીઓમાં સિંગલ્સમાં એચ. એસ. પ્રણોય અને લક્ષ્ય સેન તથા મેન્સ ડબલ્સમાં સા​​ત્વિકસાઈરાજ રૅન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડીએ પ્રથમ રાઉન્ડમાં જીત મેળવીને બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. 

ગયા મહિને વર્લ્ડ ચૅમ્પિયનશિપની ક્વૉર્ટર ફાઇનલ સુધી પહોંચીને ફરી અસલી ટચ મેળવી રહી હોવાનો નિર્દેશ આપનાર સિંધુ ગઈ કાલે પ્રથમ રાઉન્ડમાં બિનક્રમાંકિત ડેન્કમાર્કની લાઇન ક્રિસ્ટોફર્સન સામે પહેલો સેટ જીત્યા બાદ ફસડાઈ પડી હતી અને ૨૧-૧૫, ૧૬-૨૧, અને ૧૯-૨૧થી હારી ગઈ હતી. ડેન્માર્કની ખેલાડી સામેની આ છઠ્ઠી મૅચમાં સિંધુ પહેલી વાર હારી હતી. 

sports news sports badminton news pv sindhu hong kong