હૉન્ગકૉન્ગ ઓપનની ફાઇનલ મૅચ હારીને સાત્વિક-ચિરાગ, લક્ષ્ય સેન રનર્સ-અપ રહ્યા

15 September, 2025 08:59 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હૉન્ગકૉન્ગ ઓપનમાં ભારતે બે ટાઇટલ જીતવાની સુવર્ણ તક ગુમાવી દીધી

લક્ષ્ય સેનની ફાઇલ તસવીર

ગઈ કાલે બૅડ્મિન્ટનની પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટ હૉન્ગકૉન્ગ ઓપનમાં ભારતે બે ટાઇટલ જીતવાની સુવર્ણ તક ગુમાવી દીધી. મેન્સ ડબલ્સ ફાઇનલમાં સાત્વિકસાઈરાજ રૅન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડી અને મેન્સ સિંગલ્સ ફાઇનલમાં લક્ષ્ય સેનને હાર મળતાં તેઓ રનર્સ-અપ બન્યા હતા. હરીફ ચીની જોડીને ૬૧ મિનિટની ફાઇનલમાં સાત્વિક-ચિરાગની જોડી સામે ૨૧–૧૯, ૧૪–૨૧, ૧૭–૨૧થી જીત મળી હતી, જ્યારે લક્ષ્ય સેન ચીનના પ્લેયરની આક્રમક રમત સામે મેન્સ સિંગલ્સમાં  ૧૫-૨૧, ૧૨-૨૧થી હાર્યો હતો.

badminton news hong kong india sports sports news