પૅરાલિમ્પિક મેડલવીરોનું સન્માન

09 September, 2021 07:02 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અનુરાગ ઠાકુરે આ પ્રસંગે છેલ્લે કહ્યું હતું કે ૨૦૧૬ પૅરાલિમ્પિકમાં આપણા ફક્ત ૧૯ જ ખેલાડીઓ ક્વૉલિફાય થયા હતા, જ્યારે આ વખતે આપણે ૧૯ મેડલ જીતીને આવ્યા છીએ.

સમારંભ દરમ્યાન ટોક્યો પૅરાલિમ્પિકના મેડલવીરો સાથે સેલ્ફી લેતા સ્પોર્ટ્સ મિનિસ્ટર અનુરાગ ઠાકુર.

સ્પોર્ટ્સ મિનિસ્ટર અનુરાગ ઠાકુરે ગઈ કાલે દિલ્હીમાં ટોક્યો પૅરાલિમ્પિકમાં મેડલ જીતનાર ૧૭ ખેલાડીઓનું બહુમાન કર્યું હતું. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે આ વખતે ખેલાડીઓના શાનદાર પર્ફોર્મન્સને જોતા આશા છે કે તેઓ ૨૦૨૪ના પૅરિસ ગેમ્સમાં વધુ રેકૉર્ડ નાખશે. ભારતે આ વખતે પાંચ ગોલ્ડ, આઠ સિલ્વર અને છ બ્રૉન્ઝ સાથે રેકૉર્ડ ૧૯ મેડલ જીત્યા હતા અને મેડલ ટેબલ પર ૨૪મા નંબર પર રહ્યા હતા. આ વખતે શૂટર અવનિ લેખરા (ગોલ્ડ અને બ્રૉન્ઝ) તથા સિંહરાજ અધાનાએ (સિલ્વર અને બ્રૉન્ઝ) બે મેડલ જીતીને કમાલ કરી હતી. અનુરાગ ઠાકુરે આ પ્રસંગે છેલ્લે કહ્યું હતું કે ૨૦૧૬ પૅરાલિમ્પિકમાં આપણા ફક્ત ૧૯ જ ખેલાડીઓ ક્વૉલિફાય થયા હતા, જ્યારે આ વખતે આપણે ૧૯ મેડલ જીતીને આવ્યા છીએ.

sports news sports