13 August, 2026 05:55 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
IIT બૉમ્બેની ટીમ
IIT બૉમ્બેની રેસિંગ ટીમે કાસ્ટેલો બ્રાન્કોમાં ફોર્મ્યુલા સ્ટુડન્ટ પોર્ટુગલ ૨૦૨૬ ખાતે ઇલેક્ટ્રિક વાહન અને ડ્રાઇવરલેસ કાર રેસિંગ બન્ને કૅટેગરીમાં પહેલું સ્થાન મેળવી આ સિદ્ધિ મેળવનાર પહેલી ભારતીય ટીમ બની છે. આ જીત ઍન્જિનિયરિંગ વિદ્યાર્થીઓના પરીક્ષણ, સમસ્યા ઉકેલવી અને તૈયારી પછી આવી છે. કારની ડિઝાઇન અને પ્રોડક્શન, તેની ઇલેક્ટ્રિકલ અને ડ્રાઇવટ્રેન સિસ્ટમ્સ ડેવલપ કરવી, ડ્રાઇવરોને તાલીમ આપવા અને સ્પર્ધા પહેલા વાહનનું પરીક્ષણ કરવા વગરે માટે IIT બૉમ્બેના ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓ અને ફૅકલ્ટી સ્ટાફની મહેનત સફળ સાબિત થઈ.
ટીમની સફરનો IIT બૉમ્બેની વર્કશૉપમાં શરૂ થયો હતો. કારના શૅલ (Body) સાથે બધા જ પાર્ટ્સ અને સોફ્ટવેર અનેક બિઝનેસ પાર્ટનર્સ અને સ્પોન્સર્સના મદદથી બનાવવામાં આવ્યા હતા. આ સાથે IIT બૉમ્બેની ટીમે બનાવેલી કારને ઓવરઓલ EV (ઈલેક્ટ્રોનિક વેહિકલ)માં પહેલું, ઓવરઓલ DV (ડ્રાઈવર લેસ વેહિકલ)માં પહેલું, EDPમાં પહેલું, કાર્યક્ષમતામાં પહેલું, એન્ડ્યુરન્સમાં બીજું, કિંમતમાં બીજું, ત્રીજી ઓટોXમાં ત્રીજું સ્થાન મેળવ્યું હતું.
કાર તૈયાર થયા પછી પણ કામ બંધ ન થયું. પરીક્ષણ અને ડ્રાઇવરની તૈયારી કાર્યક્રમના મહત્ત્વપૂર્ણ ભાગો હતા. રેયો રેસિંગે ડ્રાઇવરોને રેસ સપ્તાહના અંત પહેલા કાર્ટ ટ્રેક પર તાલીમ આપવામાં આવી. ટીમે પોર્ટુગલમાં સ્પર્ધા કરતા પહેલા કારના વર્તનને સમજવા, સમસ્યાઓ ઓળખવા અને સુધારા કરવા માટે આ સમયનો ઉપયોગ કર્યો. IIT બૉમ્બેએ પણ સમગ્ર પ્રોજેક્ટ દરમિયાન મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી. ટીમે પ્રોફેસર અર્ચક મિત્તલ, ફૅકલ્ટી અને સ્ટાફ સાથે, પ્રોજેક્ટને તેના શરૂઆતથી જ ટેકો આપવા અને વિકાસ માટે જરૂરી જગ્યા પૂરી પાડવા બદલ આભાર માન્યો.
આ વર્ષે જ કૅમિકલ ઍન્જિનિયરિંગમાં બી.ટેક.ની ડિગ્રી મેળવનાર રાહિલ દેઢિયાએ જણાવ્યું કે તેણે 2025-26 સીઝન દરમિયાન ડ્રાઇવટ્રેન અને વ્હીલ એસેમ્બલી માટે ચીફ ઓફ ઑપરેશન્સ અને ચીફ ટૅકનોલૉજી ઓફિસરની ભૂમિકા ભજવી હતી. રહિલે ગુજરાતી મિડ-ડે ડિજિટલને કહ્યું હતું કે તેની જવાબદારીઓમાં પ્રોજેક્ટના ઑપરેશનલ અને ટૅકનિકલ પાસાઓ, ખાસ કરીને ડ્રાઇવટ્રેન અને વ્હીલ એસેમ્બલી સિસ્ટમ્સનો સમાવેશ થતો હતો. તેણે વધુમાં જણાવ્યું કે તે અને તેની ટીમ IIT બૉમ્બેના કૅમ્પસમાં રાત્રે કાર ડ્રાઈવની પ્રૅક્ટિસ કરતાં હતા. તેણે કહ્યું કે “આ ભારત માટે એક અતિશય ગર્વની ક્ષણ છે. રેસમાં ક્વોલિફાય કરવા માટે શરૂઆતમાં એક ઓનલાઇન પરીક્ષા આપવાની હોય છે તે બાદ દેશની બાકીની યુનિવર્સિટી સાથે રેસ અને તેમાં પણ કારના મોડલ અને તેની બાકીની બાબતોના આધારે રેન્કિંગ કરવામાં આવે છે. આ બધી સ્પર્ધામાં સારા પ્રદર્શન બાદ ફોર્મ્યુલા સ્ટુડન્ટમાં અમે સામેલ થયા.”
રહિલ અને તેની ટીમે આ રેસમાં એકંદરે 13મું સ્થાન મેળવ્યું હતું. જેમાં બિઝનેસ પ્લાન પ્રેઝન્ટેશન (BPP) માટે 10મું, કારના એક્સલરેશન માટે 11મું, સ્કિડ-પેડ માટે 11મું, કારની ડિઝાઇન માટે 14મું અને તેને બનાવવાની કિંમત માટે 15મું સ્થાન મેળવ્યું હતું.