03 October, 2026 03:56 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રૅક્ટિસ-સેશન દરમ્યાન ભારતીય પ્લેયર્સ.
સ્ટાર-સ્ટડેડ બ્રાઝિલની ફુટબોલ ટીમ કલકત્તાના સૉલ્ટ લેક સ્ટેડિયમ ખાતે ભારતીય ફુટબૉલ ટીમ સામેની ફ્રૅન્ડ્લી મૅચ રમવા માટે ગુરુવારે મોડી રાતે આવી પહોંચી હતી. આજે ત્રણ ઑક્ટોબરે ભારત અને બ્રાઝિલ વચ્ચે સાંજે ૭.૩૦ વાગ્યાથી આ રોમાંચક મૅચ શરૂ થશે. વર્લ્ડ રૅન્કિંગમાં ૧૩૮ નંબરની ભારતીય મેન્સ ફુટબૉલ ટીમના ઇતિહાસની આ સૌથી મોટી મૅચ બનશે. ગયા મહિને ભારતે ૪૬ નંબરનું રૅન્કિંગ ધરાવતી પનામા સામે ૧-૧થી ડ્રૉ મૅચ રમી હતી.