✕

કૉમનવેલ્થ કબડ્ડી ચૅમ્પિયનશિપમાં સતત પાંચ જીત સાથે ભારતની પુરુષ ટીમ પણ સેમી-ફાઇનલમાં

28 October, 2026 05:07 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

કૉમનવેલ્થ કબડ્ડી ચૅમ્પિયનશિપમાં સતત પાંચ જીત સાથે ભારતની પુરુષ ટીમ પણ સેમી-ફાઇનલમાં

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

અમદાવાદમાં આયોજિત કૉમનવેલ્થ કબડ્ડી ચૅમ્પિયનશિપ 2026માં ભારતની મહિલા ટીમ પછી પુરુષ ટીમે પણ સેમી-ફાઇનલમાં સ્થાન પાકું કરી લીધું છે. ભારતની પુરુષ ટીમે ગઈ કાલે તાન્ઝાનિયા સામે ૪૮-૨૦ના સ્કોરથી જીત નોંધાવીને સતત પાંચમો વિજય નોંધાવ્યો હતો. ૨૯ ઑક્ટોબરે ભારત પોતાની અંતિમ મૅચ શ્રીલંકા સામે રમશે. 
ગ્રુપ Aમાં ૧૦ પૉઇન્ટ સાથે ટૉપ કરીને ભારતની પુરુષ ટીમ સેમી-ફાઇનલમાં એન્ટ્રી કરનાર પહેલી ટીમ બની છે. ભારતની મહિલા ટીમ પોતાની ચારેય મૅચ જીતીને પહેલાંથી જ સેમી-ફાઇનલમાં પહોંચી છે અને ૩૦ ઑક્ટોબરે શ્રીલંકા સામે ટકરાશે.

sports news sports kabaddi news new delhi team india