ભારતની મેન્સ જુનિયર ટીમે લાગલગાટ ચોથો હૉકી એશિયા કપ ગોલ્ડ મેડલ જીત્યો

14 September, 2026 09:50 AM IST  |  Dubai | Gujarati Mid-day Correspondent

ફાઇનલ મૅચમાં સાઉથ કોરિયા સામે ૪-૧થી જીત નોંધાવી

મેન્સ જુનિયર હૉકી ટીમ

ચીનમાં ભારતની વિમેન્સ ટીમની જેમ મેન્સ ટીમે પણ જુનિયર હૉકી એશિયા કપ 2026માં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ગઈ કાલે ફાઇનલ મૅચમાં ભારતે સાઉથ કોરિયા સામે ૪-૧ની સ્કોરલાઇન સાથે જીત નોંધાવી હતી. 
સેમી-ફાઇનલ મૅચ હારીને બ્રૉન્ઝ મેડલ મૅચમાં પાકિસ્તાન અને મલેશિયા ટકરાયાં હતાં. પાકિસ્તાને ૪-૨થી જીત મેળવીને બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો. આખી ટુર્નામેન્ટમાં ભારતે સૌથી વધુ ૪૬ ગોલ કર્યા હતા અને માત્ર ૮ ગોલ થવા દીધા હતા. 
ભારતીય ટીમે ૨૦૧૫, ૨૦૨૩, ૨૦૨૪ અને હવે ૨૦૨૬ એમ સતત ચાર ટાઇટલ જીત્યાં છે. ૨૦૦૪ અને ૨૦૦૮માં પણ ભારતે ગોલ્ડ મેડલ જીત્યો હતો. ૨૦૨૩માં આ ટુર્નામેન્ટ ફરી શરૂ થઈ હતી.
૧૯૯૬ અને ૨૦૦૦ની ફાઇનલ મૅચમાં ભારતને હાર મળી હતી. ભારત પછી પાકિસ્તાને સૌથી વધુ ત્રણ ટાઇટલ અને મલેશિયા-સાઉથ કોરિયાએ એક-એક વખત આ ટાઇટલ જીત્યું છે. 
હૉકી ઇન્ડિયાએ ચૅમ્પિયન બનવા બદલ પુરુષ ટીમના તમામ ખેલાડીઓ માટે પણ ૩ લાખ રૂપિયા અને સપોર્ટ સ્ટાફ માટે ૧.૫ લાખ રૂપિયાના પુરસ્કારની જાહેરાત કરી હતી. 

hockey Indian Mens Hockey Team india south korea sports news sports