19 October, 2024 08:47 AM IST | London | Gujarati Mid-day Correspondent
ગ્રાન્ડમાસ્ટર અર્જુન ઍરિગૈસી
ભારતના ઝડપથી ઊભરી રહેલા ગ્રાન્ડમાસ્ટર અર્જુન ઍરિગૈસીએ લંડનમાં WR ચેસ માસ્ટર્સ ૨૦૨૪ ટ્રોફી જીતી લીધી છે. ફાઇનલમાં ફ્રાન્સના મૅક્સિમ વૅચિયર-લાગ્રેવ સામે બે ક્લાસિક ગેમ ડ્રૉ રહ્યા બાદ ટાઇબ્રેકરમાં હરાવીને તેણે ટ્રોફી અને ૨૦,૦૦૦ યુરો (આશરે ૧૮.૨૫ લાખ રૂપિયા)નું ઇનામ જીતી લીધું હતું.
તાજેતરમાં ચેસ ઑલિમ્પિયાડમાં ગોલ્ડ મેડલ જીતનાર ભારતીય ટીમમાં સામેલ અર્જુને આ સાથે રેટિંગ પૉઇન્ટનો આંકડો ૨૭૯૬ પર પહોંચાડી દીધો હતો અને ૨૮૦૦ પૉઇન્ટના માઇલ સ્ટોનથી જરાક માટે ચૂકી ગયો હતો, જે કદાચ એ રવિવારથી શરૂ થતા યુરોપિયન કપમાં હાંસલ કરી લેશે.
અર્જુને તેની ચૅમ્પિયન બનવાની સફર દરમ્યાન ભારતના ગ્રાન્ડમાસ્ટર્સ વિદિત ગુજરાતીને ક્વૉર્ટર ફાઇનલમાં અને સેમી ફાઇનલમાં આર. પ્રજ્ઞાનાનંદને હરાવ્યા હતા.