✕

એશિયન ગેમ્સમાં કમ્પાઉન્ડ તીરંદાજીમાં ભારતની ગોલ્ડન હૅટ-ટ્રિક

01 October, 2026 12:43 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારતની મિક્સ્ડ, મહિલા અને પુરુષ ટીમોએ ટાઇટલ ડિફેન્ડ કર્યું

સાહિલ જાધવ અને ચિકિથા તનિપર્થી.

ભારતના કમ્પાઉન્ડ તીરંદાજોએ એશિયન ગેમ્સ 2026ની ટીમ સ્પર્ધાઓમાં તમામ ગોલ્ડ મેડલ જીત્યા છે. તેઓએ ગઈ કાલે પુરુષો, મહિલા અને મિક્સ્ડ ઇવેન્ટ્સમાં સફળતાપૂર્વક પોતાના ટાઇટલનો બચાવ કર્યો. એશિયન ગેમ્સ 2022માં પણ ભારતે આ ત્રણેય ઇવેન્ટ્સમાં ગોલ્ડ જીત્યા હતા. 

સૌથી સારી વાત એ છે કે ચિકિથા તનિપર્થી અને સાહિલ જાધવની મિશ્ર જોડીએ ટોચનું સ્થાન મેળવ્યું અને દેશ માટે ઑલિમ્પિક્સ ક્વોટા મેળવ્યો. સાઉથ કોરિયા સામે આ જોડીએ ૧૫૮-૧૫૭થી જીત નોંધાવી હતી.

આ સાથે ભારત કમ્પાઉન્ડ મિશ્ર ટીમ ઇવેન્ટમાં ૨૦૨૮ની ઑલિમ્પિક્સ માટે ક્વૉલિફાય થનાર પ્રથમ દેશ બન્યો, જેનો લૉસ એન્જલસ ગેમ્સમાં પ્રથમ વખત સમાવેશ કરવામાં આવશે.
ભારતની પુરુષ અને મહિલા કમ્પાઉન્ડ ટીમે ગોલ્ડ મેડલ મૅચમાં હરીફ ચીની ટીમો સામે અનુક્રમે ૨૩૮-૨૩૭ અને ૨૩૮-૨૩૪ના સ્કોર સાથે જીત નોંધાવી હતી.

sports news sports asian games