એશિયન ગેમ્સ 2026 માટે ટીમ ઇન્ડિયાને મળી ભવ્ય વિદાય

09 September, 2026 08:16 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

દિલ્હીમાં IOAએ એશિયન ગેમ્સ 2026 માટે જપાન જઈ રહેલી ભારતીય ટુકડીનો ખાસ વિદાય-સમારંભ યોજ્યો. ૫૦૩ ખેલાડીઓ સહિત ૭૬૮ સભ્યોની ટીમ ૩૬ રમતોમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.

ટીમ ઇન્ડિયા

ગઈ કાલે દિલ્હીમાં ઇન્ડિયન ઑલિમ્પિક્સ અસોસિએશન (IOA)એ એશિયન ગેમ્સ 2026માં જઈ રહેલી ભારતીય ટુકડી માટે એક ખાસ વિદાય-સમારંભનું આયોજન કર્યું હતું. IOAના પ્રમુખ ડૉ. પી.ટી. ઉષા, રમતવીરો, કોચ, સપોર્ટ-સ્ટાફ અને ભાગીદારો સાથે સ્પોર્ટ્‍સ મિનિસ્ટર ડૉ. મનસુખ માંડવિયા સમારોહમાં હાજર રહ્યા હતા.
૧૯ સપ્ટેમ્બરથી ૪ ઑક્ટોબર દરમ્યાન જપાનના આઇચી-નાગોયામાં ભારતના ૫૦૩ ખેલાડીઓ સહિત ૭૬૮ સભ્યોની ટીમ ૩૬ રમતોમાં મેડલ જીતવા માટે એડીચોટીનું જોર લગાવશે. 

asian games team india indian olympic association ioa sports news sports delhi news