23 September, 2026 11:46 AM IST | Nagoya | Gujarati Mid-day Correspondent
ભારતીય મેન્સ હૉકી
ગઈ કાલે એશિયન ગેમ્સમાં પુરુષ હૉકીની મૅચમાં ભારતે શ્રીલંકાને ૧૬-૧થી પરાજય આપ્યો હતો. જુગરાજ સિંહે ૪ ગોલ કર્યા જ્યારે અભિષેક કુમાર અને દિલપ્રીત સિંહ બન્નેએ ત્રણ-ત્રણ ગોલ કર્યા હતા.
આ જીત સાથે ભારતે મેન્સ હૉકી સ્પર્ધાના પૂલ Aમાં પોતાની બન્ને મૅચો જીતી લીધી છે. સાઉથ કોરિયા અને જપાનને પાછળ છોડીને ભારત હવે પૂલ Aમાં ટૉચના સ્થાને પહોંચી ગયું છે.
હવે મેન્સ હૉકી ટીમ ૨૪ સપ્ટેમ્બરે સાઉથ કોરિયા સામે ટકરાશે. ભારતીય મહિલા ટીમ હવે આજે ૨૩ સપ્ટેમ્બરે થાઇલૅન્ડ સામે રમશે. પૂલ Bમાં ભારતની મહિલા ટીમ પણ પહેલા સ્થાને છે.