23 April, 2025 11:04 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
થીમ-સૉન્ગ અને મૅસ્કૉટ લૉન્ચ
ભારત પચીસમીથી ૨૭ એપ્રિલ દરમ્યાન દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે બીજી એશિયન યોગ સ્પોર્ટ્સ ચૅમ્પિયનશિપનું આયોજન કરશે. આ ચૅમ્પિયનશિપનું આયોજન યોગાસન ભારત દ્વારા રમતગમત મંત્રાલય અને ભારતીય રમતગમત સત્તામંડળના સહયોગથી કરવામાં આવશે. આ ઇવેન્ટમાં ૨૧ એશિયન દેશોના કુલ ૧૭૦ પ્લેયર્સ ભાગ લેશે જેમાં ૪૦ ટેક્નિકલ અધિકારીઓ અને ૩૦ ટીમ-મૅનેજર અને કોચનો પણ સમાવેશ થશે.
ગઈ કાલે આ ચૅમ્પિયનશિપનાં થીમ-સૉન્ગ અને મૅસ્કૉટ લૉન્ચ કરવામાં આવ્યાં હતાં. આ ચૅમ્પિયનશિપ ચાર વયજૂથો ૧૦થી ૧૮, ૧૮થી ૨૮, ૨૮થી ૩૫ અને ૩૫થી ૪૫ વર્ષ માટે યોજાશે. ચૅમ્પિયનશિપની પ્રથમ સીઝન ૨૦૨૨માં થાઇલૅન્ડના બૅન્ગકૉકમાં યોજાઈ હતી.