✕

કલકત્તામાં આજે ભારતની ટક્કર બે વખતના ફુટબૉલ વર્લ્ડ કપ ચૅમ્પિયન ઉરુગ્વેની સામે

06 October, 2026 07:05 PM IST  |  Kolkata | Gujarati Mid-day Correspondent

વર્લ્ડ રૅન્કિંગમાં વીસમો ક્રમ ધરાવતી ઉરુગ્વેની ટીમ ૧૯૩૦ના પહેલાં અને ૧૯૫૦માં વર્લ્ડ કપમાં ચૅમ્પિયન બન્યું હતું. બે ડ્રૉ મૅચ અને એક હારને કારણે આ ટીમ વર્લ્ડ કપ 2026ના ગ્રુપ-સ્ટેજ રાઉન્ડમાંથી જ બહાર થઈ ગઈ હતી.

ફુટબૉલના પ્રૅક્ટિસ-સેશન પહેલાં ક્રિકેટની રમત પર હાથ અજમાવતા જોવા મળ્યા ઉરુગ્વેના ખેલાડીઓ.

કલકત્તાના સૉલ્ટ લેક સ્ટેડિયમમાં આજે સાંજે ૭.૩૦ વાગ્યાથી ભારત અને ઉરુગ્વેની ફુટબૉલ ટીમો વચ્ચે ઇન્ટરનૅશનલ ફ્રેન્ડ્લી મૅચ શરૂ થશે. ભારત અગાઉ બૅન્ગલોરમાં ૪૪મા ક્રમની પનામા સામે ૧-૧ની ડ્રૉ મૅચ રમ્યા પછી પાંચ વખતની ચૅમ્પિયન બ્રાઝિલ સામે ૦-૪થી હારી ગયું હતું. 
વર્લ્ડ રૅન્કિંગમાં વીસમો ક્રમ ધરાવતી ઉરુગ્વેની ટીમ ૧૯૩૦ના પહેલાં અને ૧૯૫૦માં વર્લ્ડ કપમાં ચૅમ્પિયન બન્યું હતું. બે ડ્રૉ મૅચ અને એક હારને કારણે આ ટીમ વર્લ્ડ કપ 2026ના ગ્રુપ-સ્ટેજ રાઉન્ડમાંથી જ બહાર થઈ ગઈ હતી.  
બ્રાઝિલ સામેની મૅચ દરમ્યાન ૮૫ હજાર દર્શકોની ક્ષમતાવાળા સૉલ્ટ લેક સ્ટેડિયમમાં ટિકિટના ઊંચા ભાવને કારણે ૫૧ હજાર જેટલા ફૅન્સ આવ્યા હતા. આજની મૅચ માટે ટિકિટના ભાગ ૯૦ ટકા સુધી ઘટાડી દેવામાં આવ્યા છે. આ મૅચ માટે ટિકિટના ભાવ ૧૯૯ રૂપિયાથી શરૂ થઈ રહ્યા છે. 

kolkata uruguay sports news sports cricket news football