11 December, 2025 02:27 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ફાઇનલમાં શૂટઆઉટમાં સ્પેનને ૩-૨થી હરાવીને જર્મની આઠમી વાર ચૅમ્પિયન બન્યું હતું.
તામિલનાડુમાં આયોજિત જુનિયર મેન્સ હૉકી વર્લ્ડ કપ 2025માં ગઈ કાલે યજમાન ભારતે આર્જેન્ટિનાને ૪-૨થી હરાવીને બ્રૉન્ઝ મેડલ જીતી લીધો હતો. છેલ્લી ક્વૉર્ટર શરૂ થઈ ત્યારે ભારતીય ટીમ ૦-૨થી પાછળ હતી અને હાર ઑલમોસ્ટ નિશ્ચિત લાગી રહી હતી, પણ ૮ મિનિટની અંદર શાનદાર પર્ફોર્મ કરતાં ૪ ગોલ ફટકારીને જીત સાથે બ્રૉન્ઝ મેડલ જીતી લીધો હતો. સેમી ફાઇનલમાં ભારત જર્મની સામે ૧-૫થી નામોશીભરી રીતે હારી જતાં ફાઇનલની રેસમાંથી આઉટ થઈ ગયું હતું.
ભારતીય ટીમ ૨૦૧૬માં લખનઉમાં ચૅમ્પિયન બની હતી, પણ છેલ્લી બે એડિશન ૨૦૨૧ અને ૨૦૨૩માં કોઈ મેડલ નહોતી જીતી શકી.