21 August, 2026 01:49 PM IST | India | Gujarati Mid-day Correspondent
ઇંગ્લૅન્ડ સામે ગોલરહિત ડ્રૉ મૅચ રમીને વર્લ્ડ કપના બીજા રાઉન્ડમાં પહોંચી ભારતીય મહિલા હૉકી ટીમ
ભારતીય પુરુષ ટીમની જેમ મહિલા હૉકી ટીમે ગઈ કાલે વર્લ્ડ કપના બીજા રાઉન્ડમાં એન્ટ્રી મારી હતી. પૂલ Dની છેલ્લી મૅચમાં ઇંગ્લેન્ડ સામે ગોલરહિત ડ્રૉ રમીને ભારતની મહિલા હૉકી ટીમે વર્લ્ડ કપના બીજા રાઉન્ડ માટે ક્વૉલિફાય કર્યું હતું.
પૂલ Dમાં ચીન (૭ પૉઇન્ટ) પછી બીજા સ્થાને પાંચ પૉઇન્ટ સાથે રહીને ભારતીય ટીમે પોતાનું અભિયાન જાળવી રાખ્યું છે. ભારતે ચીન સામે ૨-૨ના ડ્રૉ સાથે પોતાના વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત કરી હતી. ત્યાર પછી સાઉથ આફ્રિકા સામે ઐતિહાસિક ૬-૧થી વિજય મેળવ્યો હતો.