હવે કબડ્ડીનો વર્લ્ડ કપ જીત્યો ભારતીય મહિલાઓએ, બીજી વાર

25 November, 2025 09:32 AM IST  |  Dhaka | Gujarati Mid-day Correspondent

વિમેન્સ વર્લ્ડ કપની પહેલી સીઝન છેક ૧૩ વર્ષ પહેલાં રમાઈ હતી, મેન્સ વર્લ્ડ કપમાં ત્રણેય વખત ભારત જ રહ્યું છે ચૅમ્પિયન

વિજેતા ભારતીય ટીમ

ભારતીય મહિલા કબડ્ડી ટીમે ફાઇનલમાં ચાઇનીઝ તાઇપેઇને ૩૫-૨૮થી હરાવીને સતત બીજી વખત વર્લ્ડ કપ ટાઇટલ જીત્યું છે. ૧૧ ટીમ વચ્ચે વર્લ્ડ કપ બંગલાદેશના ઢાકામાં રમાયો હતો જ્યાં ભારતીય ટીમે પોતાની બધી મૅચોમાં અજેય રહીને જીત મેળવી હતી. ૨૦૧૨માં બિહારના પટનામાં યોજાયેલા પ્રથમ વિમેન્સ કબડ્ડી વર્લ્ડ કપમાં ભારતે ઈરાનને હરાવીને ટાઇટલ જીત્યું હતું. 
મેન્સ કબડ્ડી વર્લ્ડ કપમાં પણ ભારત સિવાય કોઈ ચૅમ્પિયન બની શક્યું નથી. ૨૦૦૪માં મુંબઈ, ૨૦૦૭માં પનવેલ અને ૨૦૧૬માં અમદાવાદમાં આયોજિત મેન્સ કબડ્ડી વર્લ્ડ કપમાં ત્રણેય વખત ભારતે ઈરાની ટીમને માત આપીને ટાઇટલ જીત્યું હતું.

kabaddi news india sports sports news