કૉમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતને ૪૬ ટકા મેડલ સશસ્ત્ર દળોના રમતવીરોએ અપાવ્યા

05 August, 2026 06:45 PM IST  |  Glasgow | Gujarati Mid-day Correspondent

ગ્લાસગો કૉમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતીય સશસ્ત્ર દળોના ખેલાડીઓએ દેશના કુલ 39માંથી 18 મેડલ જીતીને ભારતના શાનદાર પ્રદર્શનમાં મહત્વનું યોગદાન આપ્યું.

કૉમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતને ૪૬ ટકા મેડલ સશસ્ત્ર દળોના રમતવીરોએ અપાવ્યા

ભારતનાં સશસ્ત્ર દળોએ ફરી એક વાર સાબિત કર્યું છે કે તેમની ક્ષમતાઓ યુદ્ધભૂમિથી ઘણી આગળ છે. ગ્લાસગોમાં યોજાયેલી કૉમનવેલ્થ ગેમ્સ 2026માં લશ્કરી કર્મચારીઓએ દેશના કુલ ૩૯ મેડલમાંથી ૧૮ મેડલ મેળવ્યા. ગઈ કાલે સેના તરફથી આ જાહેરાત કરવામાં આવી હતી. 
આ નોંધપાત્ર યોગદાનનો અર્થ એ છે કે ભારતીય સશસ્ત્ર દળોમાં સેવા આપતા રમતવીરોએ ભારતના કુલ મેડલના આશરે ૪૬ ટકા જીત્યા હતા. થલસેનાના ખેલાડીઓએ એમાંથી વિવિધ રમતોમાં ૧૬ મેડલ જીત્યા અને ભારતીય નૌકાદળના કર્મચારીઓએ વેઇટલિફ્ટિંગમાં બે સિલ્વર મેડલ જીતીને ગેમ્સમાં ભારતના પ્રદર્શનને વધુ મજબૂત બનાવ્યું.

commonwealth games indian army indian navy sports news sports glasgow