મલેશિયા ઓપન 2026ની સેમી-ફાઇનલમાં વર્લ્ડ નંબર ટૂ સામે પી. વી. સિંધુની હાર

11 January, 2026 11:39 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

તેણે ૧૩ મહિના બાદ કોઈ ટુર્નામેન્ટમાં સેમી ફાઇનલ સુધીની સફર ખેડી હતી.

પી. વી. સિંધુ

પી. વી. સિંધુની હાર સાથે મલેશિયા ઓપન 2026માં ભારતીય અભિયાનનો અંત થયો છે. ગઈ કાલે તેની સામે સેમી ફાઇનલ મૅચમાં ચીનની ખેલાડી અને વર્લ્ડ નંબર ટૂ પ્લેયર વાંગ ઝિયીએ ૨૧-૧૬, ૨૧-૧૫થી શાનદાર જીત નોંધાવી હતી. વિમેન્સ સિંગલ્સ કૅટેગરીમાં ૧૮મો ક્રમ ધરાવતી પી. વી. સિંધુ ઇન્જરી બાદ વાપસી કરી રહી હતી. તેણે ૧૩ મહિના બાદ કોઈ ટુર્નામેન્ટમાં સેમી ફાઇનલ સુધીની સફર ખેડી હતી.

pv sindhu malaysia badminton news sports sports news