16 February, 2025 10:56 AM IST | Bhubaneswar | Gujarati Mid-day Correspondent
ભારતીય મેન્સ હૉકી ટીમ
ભુવનેશ્વરમાં ગઈ કાલે ઇન્ટરનૅશનલ હૉકી ફેડરેશનની FIH પ્રો-લીગમાં ભારતીય મેન્સ ટીમને સ્પેન સામે ૧-૩થી હારનો સામનો કરવો પડ્યો હતો. પૅરિસ ઑલિમ્પિક્સમાં બ્રૉન્ઝ મેડલ જીતવા માટે સૌથી વધુ યોગદાન આપનાર કૅપ્ટન હરમનપ્રીત સિંહ પણ ગોલ કરવામાં નિષ્ફળ રહ્યો હતો. ભારતીય ટીમ તરફથી સુખજિત સિંહે એકમાત્ર ગોલ પચીસમી મિનિટે કર્યો હતો, જ્યારે સ્પેનની ટીમે ૨૮, ૩૮ અને ૫૬મી મિનિટે ગોલ કરીને જીત મેળવી હતી.
ભારતીય મેન્સ હૉકી ટીમે તમામ ૧૫ વર્લ્ડ કપમાં હાજરી આપી છે. ૧૯૭૧માં ત્રીજા ક્રમે, ૧૯૭૩માં રનર-અપ રહ્યા બાદ ભારતીય મેન્સ ટીમ ૧૯૭૫માં પહેલી વાર વર્લ્ડ કપ ચૅમ્પિયન બની હતી. ૨૦૨૩માં ભારતમાં રમાયેલી મેન્સ હૉકી વર્લ્ડ કપમાં ભારતીય ટીમ નવમા ક્રમે રહી હતી.