17 November, 2026 10:24 AM IST | Hongkong | Gujarati Mid-day Correspondent
હૉન્ગકૉન્ગ ઓપનની ૩૬મી સીઝન
આજથી બાવીસ નવેમ્બર દરમ્યાન હૉન્ગકૉન્ગ ઓપનમાં ભારતીય બૅડ્મિન્ટન પ્લેયર્સ ટાઇટલ જીતવાના ઇરાદા સાથે ઊતરશે. લક્ષ્ય સેન, શ્રીકાન્ત કિદાંબી, ઉન્નતિ હૂડા, રક્ષિતા રામરાજ, દેવિકા સિહાગ, સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટી સહિતનાં સ્ટાર પ્લેયર્સ રમતાં જોવા મળશે.
૧૯૮૨થી રમાતી આ ટુર્નામેન્ટમાં ભારત માત્ર બે ટાઇટલ જીત્યું છે. પ્રકાશ પાદુકોણ પહેલી જ સીઝનમાં મેન્સ સિંગલ્સ ટાઇટલ અને સાઇના નેહવાલે ૨૦૧૦માં વિમેન્સ સિંગલ્સ ટાઇટલ જીત્યું હતું. ડબલ્સ ઇવેન્ટમાં ભારતે એક પણ ખિતાબ નથી જીત્યો. ચીને આ ટુર્નામેન્ટમાં સૌથી વધુ ૭૪ ખિતાબ જીત્યા છે.