News In Short : માફ નહીં નીચું નિશાન

21 July, 2021 03:02 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ટોક્યોમાં તીરંદાજીની પ્રૅક્ટિસ કરી રહેલી ભારતીય ટીમ.

ટોક્યોમાં તીરંદાજીની પ્રૅક્ટિસ કરી રહેલી ભારતીય ટીમ.

ભારતની આર્ચરી ટીમ પાસે દેશને સારા પ્રદર્શનની આશા છે, જેમાં મહિલા તીરંદાજ દીપિકા કુમારીએ થોડા દિવસ પહેલાં જ સંપન્ન થયેલા વર્લ્ડ કપમાં એક જ દિવસે ત્રણ ગોલ્ડ મેડલ મેળવ્યા હતા. ટોક્યોમાં તીરંદાજીની પ્રૅક્ટિસ કરી રહેલી ભારતીય ટીમ.

ફેલ્પ્સ ઑલિમ્પિક્સમાં કરશે કૉમેન્ટરી

સ્વિમિંગમાં કુલ ૨૮ મેડલ જેમાં ઑલિમ્પિક્સમાં ૨૩ ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચનાર અમેરિકાના ઍથ્લીટ માઇકલ ફેલ્પ્સ ટોક્યો ઑલિમ્પિક્સમાં એનબીસી ચૅનલના ઑલિમ્પિક્સ કવરેજના કોરસપોન્ડન્ટ અને સ્વિમિંગના કૉમેન્ટેટર તરીકેની કામગીરી બજાવશે. ફેલ્પ્સસ ૨૦૦૦થી ૨૦૧૬ દરમ્યાન પાંચ ઑલિમ્પિક્સમાં ભાગ લીધો હતો. આટલા બધા મેડલ જીતનાર ફેલ્પ્સના મોઢેથી સ્વિમિંગની વાત સાંભળવી દર્શકો માટે લહાવો બની રહેશે. 

ઑલિમ્પિક વિલેજમાં મળ્યો પાંચમો કેસ

ટોક્યોના ઑલિમ્પિક વિલેજમાં રહેતા ચેક રિપબ્લિકની બીચ વૉલીબૉલનો કોચ સિમોન નૉસ્ચનો કોવિડનો ટેસ્ટ-રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો. આ સાથે જ વિલેજમાં રહેનાર કોવિડ પૉઝિટિવ કેસનો કુલ આંક પાંચ થયો હતો. સોમવારે મેન્સ ટીમના કોચનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો. આમ ગેમ સાથે સંકળાયેલા લોકોનો પૉઝિટિવ કેસનો કુલ આંક ૬૭ થયો હતો. આમ સમગ્ર ટીમે ફરીથી કોરોના-ટેસ્ટ કરાવવી પડશે. રિપોર્ટ પૉઝિટિવ આવતાં કોચ ઑલિમ્પિક વિલેજ છોડીને આઇસોલેટ થયા હતા. રવિવારે સાઉથ આફ્રિકાની ફુટબૉલ ટીમના બે ખેલાડીઓ પૉઝિટિવ મળ્યા હતા. સોમવારે અમેરિકાની મહિલા જિમ્નૅસ્ટ ખેલાડી પૉઝિટિવ આવી હતી. ટોક્યો ઑર્ગેનાઇઝિંગ કમિટીના જણાવ્યા પ્રમાણે ગઈ કાલે કુલ ૯ કેસ મળ્યા હતા, જે પૈકી પહેલી વતિ એક વૉલન્ટિયર પણ કોરોના-સંક્રમિત થયો હતો.  

sports news sports tokyo