ભારતીય મહિલા હૉકી ટીમની હારની હૅટ-ટ્રિક

29 July, 2021 04:39 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નેધરલૅન્ડ અને જર્મની બાદ ગઈ કાલે બ્રિટન સામે ૧-૪થી સતત ત્રીજો પરાજય 

ભારતીય મહિલા હૉકી ટીમની હારની હૅટ-ટ્રિક

મહિલા હૉકી ટીમ પાસેથી ભારતને કમસેકમ બ્રૉન્ઝ મેડલની આશાને ગઈ કાલે બ્રિટન સામે ૧-૪થી પરાજય બાદ મોટો ધક્કો લાગ્યો હતો. મહિલા ટીમની આ સતત ત્રીજી હાર હતી. આ પહેલાં તેઓ નેધરલૅન્ડ સામે ૧-૫થી અને જર્મની સામે ૦-૨થી પરાસ્ત થઈ હતી. 
ભારત વતી એકમાત્ર ગોલ શર્મિલા દેવીએ કર્યો હતો. ભારત આગળની બન્ને મૅચની જેમ આ મૅચમાં પણ અનેક તકો વેડફી નાખી હતી. આ મૅચનાં તેમનો કુલ આઠ પેનલ્ટી કૉર્નર મળ્યાં હતાં, પણ તેઓ ફક્ત એક જ ગોલ કરી શક્યા હતા. 
જોકે ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ માટેની આશા હજી જીવંત છે. તેમણે પ્રમાણમાં નબળી આયરલૅન્ડ અને સાઉથ આફ્રિકાની ટીમ સામે રમવાનું બાકી છે, પણ જો ભારતીય ટીમે એ મૅચ જીતી લીધી હોત અથવા ડ્રૉ પણ કરાવી હોત તો તેમની ક્વૉર્ટર ફાઇનલની રાહ થોડી આસાન થઈ જાત. હવે તેમણે બન્ને મૅચ જીતવા ઉપરાંત બીજી મૅચોનાં પરિણામ પર પણ આધાર રાખવો પડશે.
ટીમના આ નામોશીભર્યા પર્ફોર્મન્સથી કોચ પણ ભારે નારાજ થઈ હતી અને તેમણે આ ઑલિમ્પિક્સની સૌથી ખરાબ મૅચ ગણાવી હતી. 

sports news sports