ઇન્ડોનેશિયા માસ્ટર્સ : લક્ષ્ય સેન, કિદામ્બી શ્રીકાંત અને પી. વી. સિંધુ પ્રીક્વૉર્ટર ફાઇનલમાં પહોંચ્યાં

22 January, 2026 10:56 AM IST  |  Jakarta | Gujarati Mid-day Correspondent

અનુભવી ખેલાડી કિદામ્બી શ્રીકાંતે જપાનના પ્લેયર સામે એક કલાક અને ૧૨ મિનિટ સુધી ચાલેલા કઠિન મુકાબલામાં જીત નોંધાવી હતી

કિદામ્બી શ્રીકાંત, લક્ષ્ય સેન, પી. વી. સિંધુ

ટોચનાં ભારતીય બૅડ્‌મિન્ટન ખેલાડીઓ લક્ષ્ય સેન, કિદામ્બી શ્રીકાંત અને પી. વી. સિંધુએ બુધવારે ઇન્ડોનેશિયા માસ્ટર્સ ટુર્નામેન્ટની પ્રીક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. અનુભવી ખેલાડી કિદામ્બી શ્રીકાંતે જપાનના પ્લેયર સામે એક કલાક અને ૧૨ મિનિટ સુધી ચાલેલા કઠિન મુકાબલામાં ૨૧-૧૫, ૨૧-૨૩, ૨૪-૨૨થી જીત નોંધાવી હતી.

લક્ષ્ય સેન પણ તાઇવાનના પ્લેયર સામે ૨૧-૧૩, ૧૬-૨૧, ૨૧-૧૪થી શાનદાર જીત નોંધાવી હતી. પી. વી. સિંધુએ જપાનની ખેલાડીને ૨૧-૨૦, ૨૧-૧૮થી હરાવી હતી. અન્ય ભારતીય પ્લેયર્સ એચ. એસ. પ્રણોય, કિરણ જ્યૉર્જ સહિતના અન્ય પ્લેયર્સને હારનો સામનો કરવો પડ્યો હતો.

badminton news pv sindhu lakshya sen kidambi srikanth sports sports news