✕

પંજાબમાં ૧૭ વર્ષ પછી ઇન્ટરનૅશનલ હૉકીનું પુનરાગમન, એશિયન ચૅમ્પિયન્સ ટ્રોફી જીતવા ભારત પ્રબળ દાવેદાર

27 October, 2026 01:21 PM IST  |  Punjab | Gujarati Mid-day Correspondent

આજે ૨૭ ઑક્ટોબરથી પાંચ નવેમ્બર સુધી ૬ મેન્સ હૉકી ટીમો વચ્ચે એશિયન ચૅમ્પિયન્સ ટ્રોફી રમાશે. ૨૦૧૧થી રમાતી આ ટુર્નામેન્ટમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન ભારતે ૨૦૧૧, ૨૦૧૬, ૨૦૧૮, ૨૦૨૩ અને ૨૦૨૪ સહિતની પાંચ સીઝન જીતી હતી.

એશિયન ચૅમ્પિયન્સ ટ્રોફી

આજે ૨૭ ઑક્ટોબરથી પાંચ નવેમ્બર સુધી ૬ મેન્સ હૉકી ટીમો વચ્ચે એશિયન ચૅમ્પિયન્સ ટ્રોફી રમાશે. ૨૦૧૧થી રમાતી આ ટુર્નામેન્ટમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન ભારતે ૨૦૧૧, ૨૦૧૬, ૨૦૧૮, ૨૦૨૩ અને ૨૦૨૪ સહિતની પાંચ સીઝન જીતી હતી. પાકિસ્તાન ત્રણ વખત અને સાઉથ કોરિયા એક વખત ચૅમ્પિયન બન્યું હતું.

આ ટુર્નામેન્ટ સાથે ૧૭ વર્ષના લાંબા અંતરાલ બાદ પંજાબમાં હૉકીની વાપસી થઈ રહી છે. દાયકાઓ સુધી આ રાજ્ય ભારતીય હૉકીનું મુખ્ય કેન્દ્ર રહ્યું છે. આજે પણ ભારતીય ટીમમાં અડધાથી વધુ ખેલાડીઓ અહીંથી જ આવે છે. પંજાબમાં છેલ્લી ઇન્ટરનૅશનલ હૉકી ટુર્નામેન્ટ ૨૦૦૯માં ગોલ્ડ કપ રૂપે રમાઈ હતી.

ભારતમાં માત્ર ૨૦૨૩માં આ ટુર્નામેન્ટ ચેન્નઈમાં યોજાઈ હતી. આ વખતે પંજાબના જાલંધર અને મોહાલીમાં આ ટુર્નામેન્ટની મૅચો રમાશે. બે નવેમ્બર સુધી લીગ-સ્ટેજની મૅચ રમાશે. ૪ નવેમ્બરે સેમી-ફાઇનલ મૅચો અને પાંચ નવેમ્બરે ગોલ્ડ તથા બ્રૉન્ઝ મેડલ મૅચ રમાશે. પાકિસ્તાની ટીમ આ ટુર્નામેન્ટમાંથી હટી ગઈ હોવાથી મલેશિયાની ટીમ ભારત માટે મોટો પડકાર બનશે. બંગલાદેશ, ચીન, જપાન, સાઉથ કોરિયા પણ આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહ્યું છે.

ભારતીય હૉકી ટીમની મૅચોનું શેડ્યુલ

૨૭ ઑક્ટોબરે બંગલાદેશ સામે

૨૯ ઑક્ટોબરે ચીન સામે

૩૦ ઑક્ટોબરે જપાન સામે

૧ નવેમ્બરે મલેશિયા સામે

૨ નવેમ્બરે સાઉથ કોરિયા

asian champions trophy hockey punjab jalandhar mohali Indian Mens Hockey Team sports news sports malaysia