ટેનિસ બાદ બૅડ્મિન્ટનમાં પણ જપાનનો ફ્લૉપ શો

29 July, 2021 04:42 PM IST  |  Mumbai | Agency

સ્ટાર ઓસાકાની વહેલી વિદાય બાદ ગઈ કાલે બૅડ્મિન્ટનનો વર્લ્ડ નંબર-વન કેન્ટો મોમોટા પહેલા જ રાઉન્ડમાં હારીને બહાર

ટેનિસ બાદ બૅડ્મિન્ટનમાં પણ જપાનનો ફ્લૉપ શો

બુધવારે ચાર ગ્રૅન્ડ સ્લૅમ વિનર નાઓમી ઓસાકાની ત્રીજા રાઉન્ડમાં પરાજયને જપાનીઓ ભૂલે એ પહેલાં ગઈ કાલે એક બીજો ઝટકો બૅડ્મિન્ટનમાં તેમને લાગ્યો હતો. નંબર-વન બૅડ્મિન્ટન સ્ટાર કેન્ટો મોમોટા ગઈ કાલે પહેલાં જ રાઉન્ડમાં અનસિડેડ સાઉથ કોરિયન ખેલાડી હેઓ ક્વૅન્ગ-હી સામે સીધા સેટમાં હારીને બહાર થઈ ગયો હતો. ગોલ્ડ મેડલ માટે ફેવરિટ મોમોટા ૨૧-૧૫, ૨૧-૧૯થી હારી ગયો હતો. 
પહેલી વાર ઑલિમ્પિક્સમાં રમી રહેલો મોમોટા ઇલીગલ કસિનોમાં જુગાર રમવા બદલ બૅન થતાં તે ૨૦૧૬ના રિયો ઑલિમ્પિક્સમાં ભાગ નહોતો લઈ શક્યો તેમ જ ગયા વર્ષે એક કારઅકસ્માત બાદ તે રિટારમેન્ટ લેવાનું પણ વિચારી રહ્યો હતો. મોમોટાએ ૨૦૧૯માં રેકૉર્ડ ૧૧ ટાઇટલ્સ જીત્યાં હતાં અને એ વર્ષે તેણે ૭૩ મૅચોમાંથી ફક્ત ૬ જ મૅચ હાર્યો હતો. 

sports news sports