જૂનાગઢની ૧૪ વર્ષની ટેનિસસ્ટાર જેન્સી કાનાબાર કઝાખસ્તાનમાં જીતી ટાઇટલ

06 September, 2026 10:50 AM IST  |  Astana | Gujarati Mid-day Correspondent

ફાઇનલ મૅચમાં જપાનની નત્સુકી ઇરોકાવાને પરાજિત કરીને મેળવ્યો વિજય : કરીઅરનું પહેલું J200 લેવલનું જીત્યું ટાઇટલ

જેન્સી કાનાબાર

જૂનાગઢની ૧૪ વર્ષની ટેનિસસ્ટાર જેન્સી કાનાબાર ગઈ કાલે કઝાખસ્તાનના અસ્તાનામાં રમાયેલી J200 અસ્તાના ટેનિસ ટુર્નામેન્ટમાં અન્ડર-18 ગર્લ્સ સિંગલ્સનું ટાઇટલ જીતી હતી. જેન્સી તેની કરીઅરમાં પહેલી વાર J200 લેવલનું ટાઇટલ જીતી છે. J200 એટલે જુનિયરો માટેની ટુર્નામેન્ટ જેમાં વિનરને ૨૦૦ રૅન્કિંગ પૉઇન્ટ્સ મળે છે.
જેન્સીએ ફાઇનલ મૅચમાં જપાનની નત્સુકી ઇરોકાવાને ૬-૨, ૩-૬ અને ૬-૨થી પરાજિત કરીને વિજય મેળવ્યો હતો. ફાઇનલની મૅચ રસપ્રદ બની હતી. જોકે બે કલાક ૫૯ મિનિટ સુધી ચાલેલી આ રસાકરીભરી મૅચમાં અંતે જેન્સી કાનાબારનો વિજય થયો હતો.
જેન્સીના પિતા દીપક કાનાબારે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કઝાખસ્તાનમાં રમાયેલી ફાઇનલ મૅચમાં મારી દીકરી અન્ડર-18 ગર્લ્સમાં ચૅમ્પિયન બની તેથી એક પિતા તરીકે મને ખૂબ જ ખુશી થઈ છે. દીકરીએ સારો પર્ફોર્મન્સ આપીને પહેલી વાર J200 લેવલનું ટાઇટલ જીત્યું છે.’

kazakhstan tennis news junagadh gujarat sports news sports