જુનિયર હૉકીમાં જર્મની સામે ભારત ૨-૪થી હારી ગયું

04 December, 2021 10:58 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ભારત વતી ઉત્તમ સિંહ, બૉબી સિંહ ધામીએ એક-એક ગોલ કર્યો હતો

પ્રતીકાત્મક તસવીર

ભુવનેશ્વરમાં પુરુષોના જુનિયર હૉકી વર્લ્ડ કપમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન ભારતનું સપનું ગઈ કાલે જર્મની સામેની સેમી ફાઇનલમાં પરાજિત થતાં ચકનાચૂર થઈ ગયું હતું. ભારતનો ૨-૪થી પરાજય થયો હતો. ભારત વતી ઉત્તમ સિંહ, બૉબી સિંહ ધામીએ એક-એક ગોલ કર્યો હતો. ૬ વાર ચૅમ્પિયન બનેલું જર્મની ફરી એક વાર ફાઇનલમાં પહોંચ્યું છે જેમાં એનો મુકાબલો આર્જેન્ટિના સામે થશે. બીજી સેમીમાં આર્જેન્ટિનાએ ફ્રાન્સને ૩-૧થી હરાવ્યું હતું. પાકિસ્તાન છેક ૧૦મા નંબરે રહ્યું છે.

sports sports news hockey