ભારતના જુનિયર હૉકી ખેલાડીઓના ડિફેન્સને સલામ

02 December, 2021 03:08 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

બેલ્જિયમને ૧-૦થી હરાવ્યું : હવે સેમી ફાઇનલમાં જર્મની સાથે થશે જોરદાર મુકાબલો

ભારતના જુનિયર હૉકી ખેલાડીઓ

ભુવનેશ્વરમાં ગઈ કાલે ડિફેન્ડિંગ ચૅમ્પિયન ભારતના જુનિયર હૉકી ખેલાડીઓએ યુરોપની સ્ટ્રૉન્ગ ટીમોમાં ગણાતી બેલ્જિયમની ટીમને જોરદાર રસાકસી વચ્ચે ૧-૦થી હરાવીને સેમી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. સેમી ફાઇનલમાં ભારતનો મુકાબલો જર્મની સાથે થશે.
ભારત વતી ૨૧મી મિનિટમાં શાર્દાનંદ તિવારીએ મૅચનો જે પ્રથમ ગોલ કર્યો હતો એ એકમાત્ર ગોલ બની ગયો હતો. એ ગોલ પછી ભારતીયોએ સંરક્ષણની દીવાલ એટલી બધી મજબૂત બનાવી હતી કે બેલ્જિયમના આક્રમક ખેલાડીઓ વારંવાર ગોલપોસ્ટની નજીક પહોંચી જવા છતાં એકેય ગોલ નહોતા કરી શક્યા.
જર્મની, આર્જેન્ટિના, ફ્રાન્સ સેમીમાં
અન્ય ત્રણ ક્વૉર્ટર ફાઇનલનાં પરિણામો આ મુજબ હતાં ઃ છ વાર જુનિયર 
હૉકીમાં વર્લ્ડ ચૅમ્પિયન બનેલા જર્મનીએ સ્પેનને ૩-૧થી, આર્જેન્ટિનાએ નેધરલૅન્ડ્સને ૨-૧થી અને ફ્રાન્સે મલેશિયાને ૪-૦થી હરાવ્યું હતું અને સેમી ફાઇનલમાં એન્ટ્રી કરી હતી.

sports sports news hockey