04 December, 2025 10:42 AM IST | Tamil Nadu | Gujarati Mid-day Correspondent
જુનિયર મેન્સ હોકી વર્લ્ડ કપ ટીમ
તામિલનાડુમાં આયોજિત પ્રતિષ્ઠિત FIH હૉકી મેન્સ જુનિયર વર્લ્ડ કપ 2025ના રાઉન્ડ-રૉબિન લીગ તબક્કામાં અજેય રહીને ભારતીય જુનિયર મેન્સ હૉકી ટીમે ક્વૉર્ટર ફાઇનલ માટે ક્વૉલિફાય કર્યું છે. ઑલિમ્પિક મેડલિસ્ટ ગોલકીપર પી. આર. શ્રીજેશના કોચિંગ હેઠળની આ ટીમ પાંચમી ડિસેમ્બરે ક્વૉર્ટર ફાઇનલમાં બેલ્જિયમનો સામનો કરશે.
ગ્રુપ-Bમાં ભારતીય ટીમ ટૉપ પર રહી હતી. ચિલીને ૭-૦, ઓમાનને ૧૭-૦ અને સ્વિટઝરલૅન્ડને ૫-૦થી હરાવીને ભારતીય ટીમ અજેય રહી છે. ૨૪ ટીમ વચ્ચેના આ જંગમાં ભારતીય ટીમે સૌથી વધુ ૨૯ ગોલ કર્યા છે અને હરીફને એક પણ ગોલ નથી કરવા દીધો.