28 August, 2026 10:38 AM IST | New York | Gujarati Mid-day Correspondent
કૅરોલિના મુચોવા અને જેકબ મેન્સિક
કૅરોલિના મુચોવા અને જેકબ મેન્સિકની જોડી એક ટીમ તરીકે પહેલી વખત કોઈ ખિતાબ જીતી છે. ચેક રિપબ્લિકનાં આ ખેલાડીઓ યુએસ ઓપનમાં મિક્સ્ડ ડબલ્સમાં ચૅમ્પિયન બન્યાં છે. આ જોડીએ સ્વિટ્ઝરલૅન્ડની બેલિન્ડા બેન્સિક અને ઇટલીના ફ્લેવિયો કોબોલી સામે ૬-૩, 7-૬ (૧૦-૬)ના સ્કોર સાથે ટ્રાઇ-બ્રેકરની જીત સાથે વિજય મેળવ્યો હતો.
કૅરોલિના મુચોવા અને જેકબ મેન્સિકને ચૅમ્પિયન બનવા બદલ લગભગ ૯.૫૭ કરોડ રૂપિયા મળશે. રનરઅપ ટીમ બેલિન્ડા બેન્સિક અને ફ્લેવિયો કોબોલીને આશરે ૪.૭૮ કરોડ રૂપિયા મળશે. મિક્સ્ડ ડબલ્સની સ્ટાર જોડીઓમાંથી કાર્લોસ અલ્કારાઝ અને સેરેના વિલિયમ્સ ક્વૉર્ટર ફાઇનલમાં જ્યારે આર્યના સબાલેન્કા અને નોવાક જોકોવિચ ઓપનિંગ મૅચ હારીને રેસમાંથી બહાર થઈ ગયાં હતાં.