કોરિયા માસ્ટર્સની વિમેન્સ સિંગલ્સમાં આજે ઑલ ઇન્ડિયન સેમી-ફાઇનલ રમાશે

08 August, 2026 03:35 PM IST  |  Korea | Gujarati Mid-day Correspondent

યંગ બૅડ્‍મિન્ટન પ્લેયર તન્વી શર્માને ક્વૉર્ટર ફાઇનલમાં મળી હાર, કોરિયા માસ્ટર્સ સુપર ૩૦૦ ટુર્નામેન્ટની મહિલા સિંગલ્સમાં આજે બે ભારતીય શટલર વચ્ચે સેમી-ફાઇનલ રમાશે.

ભારતની રક્ષિતા રામરાજ અને અશ્મિતા ચાલિહા વચ્ચે વિમેન્સ સિંગલ્સની પહેલી સેમી-ફાઇનલ રમાશે.

કોરિયા માસ્ટર્સ સુપર ૩૦૦ ટુર્નામેન્ટની મહિલા સિંગલ્સમાં આજે બે ભારતીય શટલર વચ્ચે સેમી-ફાઇનલ રમાશે. ભારતની રક્ષિતા રામરાજ અને અશ્મિતા ચાલિહા વચ્ચે વિમેન્સ સિંગલ્સની પહેલી સેમી-ફાઇનલ રમાશે. ક્વૉર્ટર ફાઇનલમાં બન્નેએ મોટો અપસેટ સર્જ્યો હતો.  
વિશ્વની ૪૯મી ક્રમાંકિત રક્ષિતા રામરાજે ભારતની જ વિશ્વની ૩૦મી ક્રમાંકિત યંગ શટલર તન્વી શર્મા સામે ૬૧ મિનિટમાં ૧૮-૨૧, ૨૧-૧૯, ૨૧-૧૮થી જીત નોંધાવીને મોટો અપસેટ સર્જ્યો હતો.
૫૦મો ક્રમ ધરાવતી અશ્મિતા ચાલિહાએ બાવીસમો ક્રમ ધરાવતી જપાનની હરીફ સામે એક કલાક અને ત્રણ મિનિટ સુધી ચાલેલી કઠિન સ્પર્ધામાં ૨૦-૨૨, ૨૧-૧૫, ૨૧-૧૯થી જીત મેળવી હતી. ભારતની મેન્સ ડબલ્સ જોડી પૃથ્વી રૉય અને ક્રિષ્ના પ્રસાદને ક્વૉર્ટર ફાઇનલમાં મલેશિયાની હરીફ જોડી સામે ૭-૨૧, ૮-૨૧થી કારમી હાર મળી હતી.  

badminton news korea sports news india sports