06 October, 2026 07:15 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
એશિયન ગેમ્સના નવા અવૉર્ડ્સ માટે કુમકુમ મોહોદ, સુજિત કલકલ સિલેક્ટ
એશિયન ગેમ્સ 2026ની શરૂઆતમાં ભારતના ભૂતપૂર્વ દિવંગત શૂટર્સ રાજા રણધીર સિંહ અને જસપાલ રાણાના માનમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારને અવૉર્ડ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. ગઈ કાલે ઇન્ડિયન ઑલિમ્પિક્સ અસોસિએશને અવૉર્ડ વિજેતાના નામની જાહેરાત કરી હતી.
તીરંદાજ કુમકુમ મોહોદ અને કુસ્તીબાજ સુજિત કલકલને અનુક્રમે ‘જસપાલ રાણા અવૉર્ડ’ અને ‘રાજા રણધીર સિંહ અવૉર્ડ’ના પ્રથમ પ્રાપ્તકર્તા તરીકે પસંદ કરવામાં આવ્યા છે.
મહારાષ્ટ્રના અમરાવતીમાં જન્મેલી ૧૭ વર્ષની કુમકુમ મોહોદે મહિલાઓની વ્યક્તિગત રિકર્વ, રિકર્વ ટીમ અને મિશ્ર ટીમ સ્પર્ધાઓમાં બે સુવર્ણ અને એક રજત ચંદ્રક હાંસલ કર્યા હતા. તેને ૨૦૧૮માં મમ્મીએ તીરંદાજી માટે પ્રેરિત કરી, દાદીએ ૩૦૦૦ રૂપિયાનું સાદું લાકડાનું ધનુષ ખરીદી આપ્યું હતું અને મીઠાઈની દુકાનો માટે કાર્ડબોર્ડના બોક્સ બનાવવાનું કામ કરતા પપ્પા ઘણી વાર કુમકુમને સ્પર્ધાઓ માટે પોતાની મોટરસાઇકલ પર લઈ જતા.
હરિયાણાના ૨૩ વર્ષના સુજિત કલકલે ૬૫ કિલો ફ્રીસ્ટાઇલ રેસલિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. પપ્પા ભૂતપૂર્વ નૅશનલ રેસલર દયાનંદ કલકલ હોવાથી તેને બાળપણથી ફુટબૉલ સહિતની રમતોમાં રસ જાગ્યો હતો