કચ્છ યુવક સંઘ, બોરીવલી-દહિસર શાખા દ્વારા સતત ચોથા વર્ષે બૅડ્‌મિન્ટન ટુર્નામેન્ટનું આયોજન

17 September, 2025 10:21 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રવિવાર, પાંચ ઑક્ટોબરે બોરીવલી-વેસ્ટમાં MHB કૉલોનીમાં આવેલા TSG ટર્ફ ગ્રાઉન્ડમાં સવારે ૭ વાગ્યાથી આ ટુર્નામેન્ટ શરૂ થશે.

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

કચ્છ યુવક સંઘ, બોરીવલી-દહિસર શાખા દ્વારા સતત ચોથા વર્ષે બૅડ્‌મિન્ટન ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. રવિવાર, પાંચ ઑક્ટોબરે બોરીવલી-વેસ્ટમાં MHB કૉલોનીમાં આવેલા TSG ટર્ફ ગ્રાઉન્ડમાં સવારે ૭ વાગ્યાથી આ ટુર્નામેન્ટ શરૂ થશે. આ ટુર્નામેન્ટ સિંગલ્સ, ડબલ્સ અને મિક્સ્ડ ડબલ્સ એમ ત્રણ કૅટેગરીમાં રમાડવામાં આવશે. સિંગલ્સ કૅટેગરી ૯થી ૧૧ વર્ષ, ૧૨થી ૧૫, ૧૬થી ૨૫, ૨૬થી ૩૫, ૩૬થી ૫૦ અને ૫૧ વર્ષની ઉપરની વ્યક્તિ એમ ૬ એજ ગ્રુપમાં રમાશે. જ્યારે ડબલ્સ માટે બન્ને પ્લેયર્સની ઉંમરનો સરવાળો ૫૫ અથવા એની ઉપર જ્યારે મિક્સ્ડ ડબલ્સ માટે બન્ને પ્લેયર્સની ઉંમરનો સરવાળો ૫૦ વર્ષ અથવા એનાથી અધિક હશે તેઓ ભાગ લઈ શકશે. ભારતભરમાં ક્યાંય પણ રહેતો હોય અને મૂળ કચ્છનો વતની હોય, ભલે કોઈ પણ જ્ઞાતિનો હોય, તે આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ શકશે. આ ટુર્નામેન્ટ માટે રજિસ્ટ્રેશન કરાવવાનો છેલ્લો દિવસ શનિવાર, ૨૦ સપ્ટેમ્બર છે. રજિસ્ટ્રેશન માટે અવની સાલિયાનો 9819179587 અથવા ભવ્ય સાલિયાનો 9870559495 નંબર પર સંપર્ક કરવો. 

badminton news kutchi community borivali dahisar sports sports news