21 July, 2026 10:32 AM IST | New York | Gujarati Mid-day Correspondent
ગોલ્ડન બૂટ જીતનાર ફ્રાન્સનો કૅપ્ટન કિલિયન એમ્બાપ્પે. તે સેરેમની દરમ્યાન હાજર નહોતો.
ફ્રાન્સનો કૅપ્ટન કિલિયન એમ્બાપ્પે ૨૦૨૨માં ૮ ગોલ અને ૨૦૨૬માં ૧૦ ગોલ કરીને સતત બે વર્લ્ડ કપમાં ટૉપ-સ્કોરર રહ્યો હતો. સૌથી વધુ ગોલ કરવા બદલ તેણે બૅક-ટુ-બૅક ગોલ્ડન બૂટ અવૉર્ડ જીત્યો છે. વર્લ્ડ કપમાં બે ગોલ્ડન બૂટ જીતનાર તે પહેલો ખેલાડી બન્યો છે. તે અવૉર્ડ સ્વીકારવા માટે ફાઇનલ મૅચના દિવસે હાજર નહોતો.
૨૨ વર્લ્ડ કપ મૅચમાં ૨૨ ગોલ કરીને હાલમાં કિલિયન એમ્બાપ્પે વર્લ્ડ કપનો હાઇએસ્ટ ગોલ સ્કોરર છે, જ્યારે આર્જેન્ટિનાનો લીઅનલ મેસી આ વર્લ્ડ કપના ૧૦ ગોલ સહિત ૨૧ ગોલ સાથે બીજા ક્રમે છે.
સ્પેનના કૅપ્ટન રોડ્રિગોને ગોલ્ડન બૉલ અવૉર્ડ મળ્યો જે ટુર્નામેન્ટના શ્રેષ્ઠ ખેલાડીને આપવામાં આવે છે. સ્પેનના ૧૯ વર્ષના ડિફેન્ડર પાઓ કૂબર્સીને ટુર્નામેન્ટના શ્રેષ્ઠ યુવા ખેલાડીનો અને સ્પેનના ગોલકીપર ઉનાઈ સિમૉનને ગોલ્ડન ગ્લવ અવૉર્ડ મળ્યો હતો.
ચૅમ્પિયન સ્પેનને ૪૮૧ કરોડ રૂપિયા
રનર-અપ આર્જેન્ટિનાને ૩૧૮ કરોડ રૂપિયા
ત્રીજા ક્રમની ઇંગ્લૅન્ડ ટીમને ૨૭૯ કરોડ રૂપિયા
ચોથા ક્રમની ફ્રાન્સ ટીમને ૨૬૦ કરોડ રૂપિયા