હૉન્ગકૉન્ગ ઓપનની સેમી ફાઇનલમાં એન્ટ્રી મારી લક્ષ્ય સેન, સાત્વિક-ચિરાગની જોડીએ

13 September, 2025 03:19 PM IST  |  Hong Kong | Gujarati Mid-day Correspondent

હૉન્ગકૉન્ગ ઓપન બૅડ્મિન્ટન ટુર્નામેન્ટમાં ત્રણ ભારતીય શટલર્સે સેમી ફાઇનલમાં એન્ટ્રી મારી છે. મેન્સ સિંગલ્સ ક્વૉર્ટર ફાઇનલમાં લક્ષ્ય સેને એક કલાક અને છ મિનિટ ચાલેલા કઠિન મુકાબલામાં ભારતના આયુષ શેટ્ટીને ૨૧-૧૬, ૧૭-૨૧, ૨૧-૧૩થી હરાવ્યો હતો.

લક્ષ્ય સેન, સાત્વિક-ચિરાગ

હૉન્ગકૉન્ગ ઓપન બૅડ્મિન્ટન ટુર્નામેન્ટમાં ત્રણ ભારતીય શટલર્સે સેમી ફાઇનલમાં એન્ટ્રી મારી છે. મેન્સ સિંગલ્સ ક્વૉર્ટર ફાઇનલમાં લક્ષ્ય સેને એક કલાક અને છ મિનિટ ચાલેલા કઠિન મુકાબલામાં ભારતના આયુષ શેટ્ટીને ૨૧-૧૬, ૧૭-૨૧, ૨૧-૧૩થી હરાવ્યો હતો. જ્યારે મેન્સ ડબલ્સમાં સાત્વિકસાઈરાજ રૅન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડીએ ૬૪ મિનિટની રમતમાં મલેશિયન જોડીને ૨૧-૧૪, ૨૦-૨૨, ૨૧-૧૬થી હરાવી હતી.

badminton news world badminton championships hong kong international news sports news