ન્યુઝ શોર્ટમાં : લિયોનેલ મેસીના બે ગોલ, નેમાર પણ ચમક્યો

08 August, 2022 03:03 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

પીએસજીનો ત્રીજો મુખ્ય ખેલાડી કીલિયાન ઍમ્બપ્પે આ મૅચમાં નહોતો છતાં પીએસજીએ મોટા માર્જિનથી વિજય મેળવ્યો હતો

લિયોનેલ મેસી

લિયોનેલ મેસીના બે ગોલ, નેમાર પણ ચમક્યો

લીગ-વન તરીકે ઓળખાતી ફ્રેન્ચ લીગમાં શનિવારે લિયોનેલ મેસી અને નેમારે ડિફેન્ડિંગ ચૅમ્પિયન પૅરિસ સેન્ટ-જર્મેઇન (પીએસજી)ને નવી સીઝનનું ધમાકેદાર સ્ટાર્ટ અપાવ્યું હતું. પીએસજીએ ક્લેરમૉન્ટની ટીમને ૫-૦થી હરાવી હતી. મેસીએ ૮૦ અને ૮૬મી મિનિટે ગોલ કરીને ૩-૦ની સરસાઈને ૫-૦ની કરી આપી હતી. એ પહેલાં, નેમારે ૯મી મિનિટે ગોલ કરીને સરસાઈની શરૂઆત કરાવી હતી અને પછી અશરફ હકીમી (૨૬મી મિનિટે) તથા માર્ક્વીનહૉસે (૩૮મી મિનિટે) ગોલ કરીને લીડને ૩-૦ સુધી પહોંચાડી હતી. પીએસજીનો ત્રીજો મુખ્ય ખેલાડી કીલિયાન ઍમ્બપ્પે આ મૅચમાં નહોતો છતાં પીએસજીએ મોટા માર્જિનથી વિજય મેળવ્યો હતો.

 

છેલ્લે પહોંચેલા રનરને પ્રેક્ષકોએ ચિયર-અપ કર્યો

કૉમનવેલ્થ ગેમ્સમાં શનિવારે પુરુષોની ૫૦૦૦ મીટરની રેસમાં સોલોમન ટાપુનો રોઝફેલો સિઓસી સાવ છેલ્લે આવ્યો ત્યારે હજારો લોકોએ લોકોના ક્રાઉડે તેને ચિયર-અપ કરી તેનો ઉત્સાહ ઘટતો રોક્યો હતો. યુગાન્ડાનો જેકબ કિપ્લિમો ૧૩ મિનિટ ૦૮.૦૮ સેકન્ડમાં આ દોડ પૂરી કરીને ગોલ્ડ મેડલ જીત્યો હતો, જેની સરખામણીમાં સિઓસી ૪ મિનિટ પછી ફિનિશ લાઇન પર આવ્યો હતો. બીજી રીતે કહીએ તો બધા સ્પર્ધકોએ રેસ પૂરી કરી ત્યાર બાદ ઘણા સમય બાદ સિઓસીએ ૫૦૦૦ મીટરનું અંતર ૧૭ મિનિટ ૨૮.૯૩ સેકન્ડમાં પૂરું કર્યું ત્યારે પણ લોકો ઉત્સાહી હતા અને સિઓસીને નિરુત્સાહ નહોતો થવા દીધો.

 

મોઇન અલી કહે છે કે વન-ડેનો અંત દૂર નથી

ક્રિકેટના વર્ષભરના વ્યસ્ત શેડ્યુલ વિશે ઘણા ક્રિકેટરોએ મુદ્દા ઉઠાવ્યા છે અને ઇંગ્લૅન્ડનો ઑલરાઉન્ડર મોઇન અલીનો એમાં ઉમેરો થયો છે. મોઇને કહ્યું કે વન-ડે ઇન્ટરનૅશનલ્સનો અંત હવે બહુ દૂર નથી લાગતો. એક મહિનામાં મોઇનના સાથીખેલાડીઓ જૉસ બટલર, જો રૂટ અને બેન સ્ટોક્સે છેલ્લા પચીસ દિવસમાં મૅચની સંખ્યા જે હતી એવું ફરી ન થાય એનું ધ્યાન રાખવા સત્તાધીશોને અરજ કરી હતી. ઇંગ્લૅન્ડની ટીમે ભારત અને સાઉથ આફ્રિકા સામે પચીસ દિવસમાં મર્યાદિત ઓવર્સની ૧૨ મૅચ રમવી પડી હતી.

 

sports news sports cricket news football lionel messi neymar